રાજ્યમાં કોરોનાના નવા 394 પોઝિટીવ કેસ નોંધાયા, અમદાવાદમાં 182, સુરતમાં 61 કેસ : જયારે વધુ 59 દર્દીઓ સ્વસ્થ થયા
29-Dec-2021
રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી નવા કેસની સંખ્યા સતત ઓછી થઇ રહી છે ત્યારે રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસમાં વધઘટ જોવા મળે છે ત્યારે છેલ્લા કેટલી દિવસોથી નવા કેસમાં જબરો વધારો થઇ રહ્યો છે.
રાજ્યમાં મંગળવારે કોરોનાના નવા 394 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 59 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.18.422 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે, રાજ્યમાં કોરોનાથી ખેડામાં એક દર્દીનું દર્દીનું મૃત્યુ થયું છે, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.115 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 98.61 ટકા થયો છે.
રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે. રાજયમાં વધુ 2.22.086 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 8, 88.20.452 રસીકરણ સંપન્ન થયું છે
રાજ્યમાં હાલ 1420 એક્ટિવ કેસ છે, જેમાંથી 16 લોકો વેન્ટિલેટર પર અને 1404 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,18.422 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે રાજ્યમાં કોરોનાથી ખેડામાં એક દર્દીનું મૃત્યુ થયું છે ,રાજયમાં કુલ મૃત્યુઆંક 10.115 થયો છે
રાજ્યમાં મંગળવારે કોરોનાના નોંધાયેલ નવા 394 કેસમાં અમદાવાદમાં 182 કેસ, સુરતમાં 61 કેસ, રાજકોટમાં 37 કેસ, વડોદરામાં 35 કેસ, આણંદમાં 12 કેસ, નવસારી અને ગાંધીનગરમાં 10 કેસ, જામનગર, ખેડા અને વલસાડમાં 7-7 કેસ, કચ્છમાં 5 કેસ, ભરૂચમાં 3 કેસ, દેવભૂમિ દ્વારકા ,જૂનાગઢ,મહીસાગર,મોરબી ,ભાવનગર અને સાબરકાંઠામાં 2-2 કેસ, અમરેલી,બનાસકાંઠા, ગીર સોમનાથ,પંચમહાલ,પોરબંદર અને તાપીમાં 1-1 કેસ નોંધાયો છે
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024