- તુફાન ગાડી ટ્રકમાં ઘૂસી જતા અકસ્માત થયો, ગાડીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સવાર હતા
અમદાવાદ, : ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના બગોદરા પાસે બુધવારે સવારના સમયે એક ખૂબ જ ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. બગોદરા-તારાપુર ચોકડીથી એકાદ કિમી દૂર વટામણ ચોકડી બાજુ એક તુફાન ગાડી રોડ પર ઉભેલા ટ્રકમાં ઘૂસી જતા અકસ્માત થયો હતો. તુફાન ગાડીમાં રાજકોટની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સવાર હતા. તેઓ સૌ 26 ડિસેમ્બર, 2021ના રોજ વાપી ખાતે આવેલી સેન્ટ ફ્રાન્સીસ શાળામાં જુડોની જિલ્લા લેવલની રમતમાં સામેલ થવા માટે ગયા હતા.
આ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે જ્યારે અન્ય 11 લોકોને ઈજાઓ પહોંચી છે. ઘાયલોને 108ની મદદથી તાત્કાલિક સારવાર માટે અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. ગાડીમાં વિદ્યાર્થીનીઓ, વિદ્યાર્થીઓ, કોચ રાજીવભાઈ તથા શાળાના સ્પોર્ટ શિક્ષક ભુસણભાઈ અને શિક્ષકા નીલમબેન ઉપરાંત અન્ય એક વ્યક્તિ સવાર હતા. તેઓ 28 તારીખના રોજ વાપીની શાળામાંથી રાજકોટ પરત જવા નીકળ્યા હતા તે સમયે બુધવારે વહેલી સવારે આ અકસ્માત થયો હતો.
વઢવાણ: રાજકોટ વડોદરા હાઇવે ઉપર બગોદરા ઉપર અરણેજ ગામ પાસે આજે સવારે ચલ્લા-વાપીથી જુડો સ્પર્ધામાં ભાગ લઇ પરત ફરી રહેલી રાજકોટની ટીમને ગંભીર અકસ્માત નડતા ૩ ખેલાડીના મોત થયા હતા. રાજકોટની નામાંકીત ૩ સ્કૂલોના વિદ્યાર્થીઓનો જીવનદિપક અકાળે બુઝાતા રાજકોટ સહિત સમગ્ર ગુજરાતનું સ્પોર્ટસ જગત તથા શાળાઓ સ્તબ્ધ થઇ ગઇ હતી. વાલીઓ શોકમાં ગરકાવ થઇ ગયા હતા. વહેલી સવારે ઝાકળના કારણે અરણેજ નજીક બંધ પડેલી ટ્રક પાછળ ખેલાડીઓને લઇને આવી રહેલી તુફાન જીપ અથડાતા વહેલી સવારે હાઇવે રકતરંજીત બન્યો હતો. મૃતકોને ૪ લાખ અને ઇજાગ્રસ્તોને ૫૦ હજારની તાત્કાલીક સહાયની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.
આ ભયાનક અકસ્માતમાં ૧૨ વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓને તથા ૩ શિક્ષકોને ઇજા થતા પ્રથમ બગોદરા અને ત્યાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડેલ છે જયાં ૬ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહીતી મુજબ, રાજકોટની એસ.એન.કે., ક્રિષ્ના સ્કુલ, સરદાર પટેલ વિદ્યા મંદિર, એલ.જી.ધોળકીયા સ્કુલ, ન્યુએરા સ્કુલ, જી.કે.ધોળકીયા સ્કુલના વિદ્યાર્થીઓ ચલ્લા-વાપીની ફ્રાન્સીસ સ્કુલ ખાતે યોજાયેલી ટુર્નામેન્ટમાં જુડો રમવા માટે ગયા હતા.
જયાંથી પરત ફરતી વખતે આજે સવારે ટીમના સભ્યો જે જાડજા બગોદરા જવા રવાના થઇ ગયા હતા. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.અર્જુનસિંહ રાણા, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સેક્રેટરી અંજનાબેન પટેલ અને સીનીયર કોચ રમા મદરા અમદાવાદ સિવિલ હોસ્પીટલ ખાતે પહોંચી ગયા હતા.મૃતકના ડેડબોડીને પીએમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અન્ય ઇજાગ્રસ્તોને છે સારવાર માટે અમદાવાદ ખાતે તાત્કાલિક ૧૦૮ મારફતે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવની જાણ થતા રાજકોટથી શાળા સંચાલકો તથા વિદ્યાર્થીઓના વાલીઓ ઘટના સ્થળે દોડી ગયા છે. ઇજાગ્રસ્તોને તાબડતોબ સારવાર મળે તે માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. એક સાથે ૩ વિદ્યાર્થીઓના મોતથી સમગ્ર રમત ગમત જગતમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
વિદ્યાર્થીઓની ટીમને ગંભીર અકસ્માત નડયાના સમાચાર મળતા જ રાજકોટ ડીસ્ટ્રીકટ સ્પોર્ટસ ઓફીસર વિરેન્દ્રસિંહ જાડેજા બગોદરા જવા રવાના થઇ ગયા હતા. સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.અર્જુનસિંહ રાણા, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સેક્રેટરી અંજનાબેન પટેલ અને સીનીયર કોચ રમા મદરા અમદાવાદ સીવીલ હોસ્પીટલ ખાતે પહોંચી ગયા હતા. ક્રિષ્ના ભરાડ, એકતા લીંબાસીયા, અવની ડોડીયા અને મૂળ ગીર સોમનાથના બડીયાદર ગામની વિદ્યાર્થીની હિરલ નંદવાણાને પણ ઇજા થતા અમદાવાદ ખસેડવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરણેજ બગોદરા ધોરીમાર્ગ પર તા.૨૯મી ડિસેમ્બરે વહેલી સવારે તૂફાન જીપકાર અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ૩ વ્યકિતઓને પ્રત્યેકને રૂ. ૪ લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.
CM ભૂપેન્દ્ર પટેલે આ માર્ગ અકસ્માતમાં જાન ગુમાવનારા વ્યકિતઓના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યકત કરતાં મૃતકોના આત્માની શાંતિની પ્રાર્થના પણ કરી છે.મુખ્યમંત્રીશ્રીએ એવો નિર્ણય પણ કર્યો છે કે આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા વ્યકિતઓને વ્યકિત દિઠ રૂ.૫૦ હજારની સહાય અપાશે.
આ સહાય મુખ્યમંત્રી રાહતનિધિમાંથી આપવામાં આવશે.
આ ઘટનાની જાણ થતાં જ તેમણે અમદાવાદ જિલ્લા કલેકટર,એસ.પી અને આરોગ્યના અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત વ્યકિતઓની સારવાર નો પ્રબંધ કરવા સૂચના આપી હતી .
ચલ્લા-વાપી રમવા ગયેલી રાજકોટની જુડો ટીમની નામાવલી વલસાડ ખાતે યોજાયેલી રાજય કક્ષાની જુડો સ્પર્ધામાં રાજકોટ જીલ્લા રમત ગમત અધિકારીના નેજા તળે જે ટીમ ગઇ હતી તેમાં ગઢીયા ધનવાન એમ. (વેઇટ કેટેગરી ૫૦ કિલો-ન્યુએરા સકુલ), પાલ અંકીત આર. (વેઇટ કેટેગરી ૫૫ કિલો સરદાર પટેલ-વિદ્યામંદીર), સીંધવ કિરપાલસિંહ વી.(વેઇટ સેટેગરી ૬૬ કિલો ગ્રામ-શ્રી ક્રિષ્ના સ્કુલ), જારસાણીયા કરણ જે.(વેઇટ કેટેગરી ૯૦ કિલોગ્રામ એસ.એન.કે.સ્કુલ) અને પઢીયાર હર્ષલ બી. (વેઇટ કેટેગરી ૯૦ કિલોગ્રામ-એલ.જી.ધોળકીયા સ્કુલ), અંડર-૧૯ કેટેગરીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત અંડર-૧૯ બહેનોની ટીમમાં લીંબાસીયા અંકીતા એન. (વેઇટ કેટેગરી-૪૦ કિલો, જી.કે.ધોળકીયા સ્કુલ), નંદવાણા હિરલ એમ. (વેઇટ કેટેગરી-૪૪ કિલો, જી.કે.ધોળકીયા સ્કુલ), ડોડીયા અવની એ. (વેઇટ કેટેગરી-૪૮ કિલોગ્રામ, જી.કે.ધોળકીયા સ્કુલ), બારડ ક્રિષ્ના કે.(વેઇટ કેટેગરી- પર કિ.ગ્રા, જી.કે.ધોળકીયા સ્કુલ), બોખીરીયા ઇશુતી બી.(વેઇટ કેટેગરી-૫૭ કિ.ગ્રા જી.કે.ધોળકીયા સ્કુલ) અને મહેતા રાધીકા જે. (વેઇટ કેટેગરી-૭૦ કિ.ગ્રા. એસ.એન.કે. સ્કુલ)નો સમાવેશ થાય છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024