PM મોદી સુરત પ્રવાસે: વડાપ્રધાન મોદીનો 2.70 કિલોમીટરનો રોડ શો પૂર્ણ કરીને ખુલ્લી કારમાં સભા સ્થળે પહોંચ્યા, જેને જોવા જનમેદની ઊમટી પડી હતી.
સુરતમાં કયા કયા કામો થશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહત્વના કામોનો શિલાન્યાસ કરશે અને રૂ. 3400 સો કરોડ કરતાં વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટ્સને સમર્પિત કરશે. "આમાં પાણી પુરવઠા, ડ્રેનેજ પ્રોજેક્ટ્સ, ડ્રીમ સિટી, બાયોડાયવર્સિટી પાર્ક અને અન્ય વિકાસ કાર્યો જેવા કે જાહેર માળખાકીય સુવિધા, હેરિટેજ રિસ્ટોરેશન, સિટી બસ/બીઆરટીએસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિક વાહન ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સંયુક્ત વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે.
પીએમ મોદીનું આજનું શેડ્યૂલ
PM મોદી સવારે 8.30 વાગ્યે દિલ્હીથી રવાના થશે
તેઓ સવારે 10.20 કલાકે સુરત એરપોર્ટ પહોંચશે
તેઓ સવારે 10.25 કલાકે એરપોર્ટથી લિંબાયતમાં હેલીપેડ પહોંચશે.
તેઓ લિંબાયત વિસ્તારમાંથી રોડ શો શરૂ કરીને સવારે 10.50 કલાકે સ્થળ પર પહોંચશે. તે હેલિપેડથી સ્થળ સુધી 2.5 કિ.મી. 10 થી 15 મિનિટ લાગશે
તેઓ સવારે 11 થી 12.10 દરમિયાન સુરતમાં વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે અને જાહેરસભાને સંબોધશે.
બપોરે 12.15 કલાકે લિંબાયત હેલિપેડ પહોંચશે
તેઓ બપોરે 12.45 કલાકે સુરત એરપોર્ટ પહોંચશે અને પછી ભાવનગર જવા રવાના થશે
તેઓ બપોરે 1.35 કલાકે ભાવનગર એરપોર્ટ પહોંચશે
તેઓ બપોરે 1.40 કલાકે ભાવનગર એરપોર્ટથી રોડ માર્ગે સ્થળ માટે રવાના થશે.
તેઓ બપોરે 2 થી 3 દરમિયાન ભાવનગરમાં રહેશે
તેઓ સાંજે 4 વાગ્યે અમદાવાદ પહોંચશે અને સીધા રાજભવન જશે
PM મોદી સાંજે 7 વાગ્યે 36મી નેશનલ ગેમ્સની શરૂઆત કરશે.
તેઓ રાત્રે 9 વાગ્યે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ગરબા કાર્યક્રમમાં હાજરી આપશે
તેઓ રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025