દેશમાં ૨૦૧ દિવસ પછી નવા કેસની સંખ્યા ૨૦,૦૦૦થી ઓછી, સરકારે ૭થી ૧૧ વર્ષનાં બાળકોની વેક્સિન ટ્રાયલ માટે મંજૂરી આપી
29-Sep-2021
બેંગ્લુરૂ : ભારતનાં ડ્રગ્સ નિયમનકાર દ્વારા ભારતમાં વેક્સિનનું ઉત્પાદન કરતી સીરમ ઇન્સ્ટિટ્યૂટને ૭થી ૧૧ વર્ષની વયનાં બાળકો પર વેક્સિનની ટ્રાયલ માટે મંજૂરી આપવામાં આવી છે. ભારત દ્વારા અત્યાર સુધીમાં ૮૭ કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશનની નિષ્ણાત સમિતિએ કહ્યું હતું કે, માન્ય ધારાધોરણો મુજબ સીરમને વેક્સિન ટ્રાયલની પરવાનગી અપાઈ છે. સીરમ દ્વારા ૧૨થી ૧૭ વર્ષની વય જૂથનાં ૧૦૦થી વધુ લોકો પર અગાઉ વેક્સિનની ટ્રાયલ લેવાઈ છે. દેશમાં કોરોનાનો કહેર ઓસરી રહ્યો છે. ૨૦૧ દિવસ પછી દરરોજ નોંધાતા કેસમાં એકદમ ઘટાડો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં નવા ૧૮,૭૯૫ કેસ નોંધાયા છે અને ૧૭૯નાં મોત થયા છે. ૬ મહિના પછી એક્ટિવ કેસનો આંકડો ૩ લાખથી નીચો ગયો છે અને ૨,૯૨,૨૦૬ દર્દીઓને સારવાર અપાઈ રહી છે. અત્યાર સુધીમાં કુલ ૪,૪૭,૩૭૩ લોકોનાં કોરોનાને કારણે મોત થયા છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024