આજે સુરત પોરબંદર અને જૂનાગઢ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ, રાજ્યમાં ભારેથી હળવા વરસાદની આગાહી (gujarat rain) કરાઈ છે. ત્યારે મંગળવાર સાંજથી જ ગુજરાતભરમાં વરસાદ તૂટી પડ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 190 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 8.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગુલાબ વાવાઝોડા (Cyclone Gulab) ની અસર દક્ષિણ ગુજરાત પર સૌથી વધુ દેખાઈ રહી છે.

- સુરતના પલસાણામાં પણ 8 ઈંચ જેટલો વરસાદ
- ડાંગના ડાંગ આહવામાં અને વલસાડ (Valsad) ના વરસાદ તાલુકામાં 6.5 ઈંચ જેટલો વરસાદ
- નર્મદાના ગરુડેશ્વર, વલસાડના કપરાડા અને અમદાવાદના ધોલેરામાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો
આમ, રાજ્ય (rains) ના સાત તાલુકાઓમાં 6 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. તો રાજ્યના 13 તાલુકામાં 5 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 24 તાલુકામાં 4 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. આમ, રાજ્યના 50 તાલુકાઓમાં ૩ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 87 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. તો ગુજરાતના 128 તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.
તાપીમાં પાણી વધ્યું, લોકોને એલર્ટ કરાયા
તાપી જિલ્લામાં પણ ભારે વરસાદ (heavy rain) ની સ્થિતિ છે. ઉપરવાસ પડેલા વરસાદને પગલે ઉકાઈ ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ છે. હાલ ડેમમાં 2,07,910 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમમાંથી પાણીની જાવક પણ 1,90,449 ક્યૂસેક છે. હાલ ડેમની સપાટી 340.96 ફૂટ પર પહોંચી ગઈ છે. તો ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ઉકાઈ ડેમના 22 ગેટ પૈકી 15 ગેટ ખોલી દેવામાં આવ્યા છે. તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. 12 ગેટ 6 ફૂટ અને 3 ગેટ 7 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. તંત્ર દ્વારા તાપી નદીના કિનારેના વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024