હવે સસ્તી હોટલ પર પણ લાગશે GST, બ્રાન્ડેડ ચીઝ, દહીં, મધ ખાવા મોંઘા થશેઃ ચેક ઇશ્યૂ કરવા પર બેંકો દ્વારા વસૂલવામાં આવતા ચાર્જ પર ૧૮ ટકા GST વસૂલવામાં આવશે
29-Jun-2022
હવે સસ્તી હોટલ પર પણ લાગશે GST, તૈયાર ચીઝ અને દહીં પર પણ GST ભરવો પડશે : GST કાઉન્સિલે રાજ્યોના નાણા મંત્રીઓના જૂથની મોટાભાગની ભલામણો સ્વીકારી છે
ચંડીગઢ, તા.૨૯: હવે દહીં, પનીર, મધ, માંસ અને માછલી જેવી કેન્ડ અને લેબલવાળી અથવા બ્રાન્ડેડ વસ્તુઓ મોંઘી થશે. કારણ કે આ ખાદ્ય પદાર્થો પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ બેંકો દ્વારા ચેક જારી કરવાના બદલામાં લેવામાં આવતા ચાર્જ પર GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) પણ ચૂકવવો પડશે.
અધિકારીઓએ જણાવ્યું કે GST કાઉન્સિલે રાજ્યોના નાણા મંત્રીઓના જૂથની મોટાભાગની ભલામણોને સ્વીકારી લીધી છે. કાઉન્સિલ એ GST સંબંધિત બાબતો પર નિર્ણય લેતી સર્વોચ્ચ સંસ્થા છે. GST દરોને તર્કસંગત બનાવવાના હેતુથી મુક્તિ પાછી ખેંચવા માટે રાજ્યોના નાણા પ્રધાનોના જૂથની ભલામણો કાઉન્સિલ સમક્ષ આવી હતી. આમાંથી મોટા ભાગનો સ્વીકાર કરવામાં આવ્યો છે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણની આગેવાની હેઠળની GST કાઉન્સિલમાં રાજ્યોના નાણા પ્રધાનોનો પણ સમાવેશ થાય છે.
કાઉન્સિલે તેની બે દિવસીય બેઠકના -થમ દિવસે મંગળવારે GSTમાંથી મુક્તિની સમીક્ષા અંગે મંત્રી જૂથ (GoM)ની ભલામણો સ્વીકારી હતી. આ મુક્તિ હાલમાં પેકેજ્ડ અને લેબલવાળી ખાદ્ય ચીજો માટે ઉપલબ્ધ છે. આ સાથે તૈયાર માંસ (ફ્રોઝન સિવાય), માછલી, દહીં, ચીઝ, મધ, સૂકા મખાના, સોયાબીન, વટાણા, ઘઉં અને અન્ય અનાજ, ઘઉંનો લોટ, મુઠી, ગોળ અને જૈવિક ખાતર જેવા ઉત્પાદનો પર હવે પાંચ ટકા GST લાગશે.
એ જ રીતે, ચેક ઇશ્યૂ કરવા પર બેંકો દ્વારા વસૂલવામાં આવતા ચાર્જ પર ૧૮ ટકા GST વસૂલવામાં આવશે. એટલાસ સહિતના નકશા અને ચાર્ટ પર ૧૨ ટકા જીએસટી લાગશે. તે જ સમયે, ખુલ્લામાં વેચાતી અનબ્રાન્ડેડ પ્રોડક્ટ્સ પર GST મુક્તિ ચાલુ રહેશે. આ સિવાય ૧,૦૦૦ રૂપિયા પ્રતિ દિવસથી ઓછા ભાડાની હોટેલ રૂમ પર ૧૨ ટકાના દરે ટેક્સ વસૂલવાનું કહેવામાં આવ્યું છે. તેના પર અત્યારે કોઈ ટેક્સ નથી. ભારિત સરેરાશ GST વધારવા માટે દરોનું તર્કસંગતકરણ મહત્વપૂર્ણ છે. વેઇટેડ એવરેજ GST આ ટેક્સ સિસ્ટમના અમલીકરણ સમયે ૧૪.૪ ટકાથી ઘટીને ૧૧.૬ ટકા થઈ ગયો છે.
કાઉન્સિલ બુધવારે રાજ્યોને આવકના નુકસાનની ભરપાઈ કરવા માટે જૂન ૨૦૨૨ પછી પણ વળતર પ્રણાલી ચાલુ રાખવાની માંગ પર વિચાર કરી શકે છે. આ સિવાય કેસિનો પર ૨૮ ટકા GST વસૂલવા, ઓનલાઈન ગેમિંગ અને હોર્સ રેસિંગ જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની શકયતા છે. છત્તીસગઢ જેવા વિપક્ષ શાસિત રાજ્યો GST વળતર પ્રણાલીને પાંચ વર્ષ સુધી લંબાવવા અથવા રાજ્યોની આવકમાં હિસ્સો વર્તમાન ૫૦ ટકાથી વધારીને ૭૦-૮૦ ટકા કરવાની માંગ કરી રહ્યાં છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025