Ahmedabad: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટોસ થશે, IPL ફાઈનલ મેચનો મહાસંગ્રામ 8 વાગ્યે શરૂ થશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટોસ થશે. ક્લોઝિંગ સેરેમની દરમિયાન ભારતીય ક્રિકેટની સફર પણ દર્શાવવામાં આવશે, જેમાં ઈન્ડિયન ક્રિકેટની અત્યારસુધીની સફર કેવી રહી અને ટીમે જે જે ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે એના પર પણ એક કાર્યક્રમનું આયોજન કરાયું છે. ત્યાર પછી આમિર ખાનની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું ટ્રેલર પણ લોન્ચ કરવામાં આવશે. ગુજરાતી ગાયક કલાકાર પણ હાજરી આપશે જે પોતાના પ્રદર્શન દરમિયાન ગુજરાતી સોન્ગ સહિત ગરબાની રમઝટ બોલાવશે.
દેશની સ્વતંત્રતાનાં 75 વર્ષને લઈ ખાસ શો
મીડિયા રિપોર્ટ્સના આધારે, આ કાર્યક્રમમાં ભારતની સ્વતંત્રતાના 75 વર્ષને ધ્યાનમાં રાખી ખાસ ઉજવણી કરાશે. આ દરમિયાન વિવિધ કાર્યક્રમનું આયોજન કરાશે.એવામાં આ પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે જ્યારે ક્રિકેટ મેચ દરમિયાન ભારતીય ટેલિવિઝન પર કોઈ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આમીર ખાન સ્ટેડિયમમાં હાજરી નહીં આપે એ લાઈવ મેચના શોમાં ભાગ લઈ શકે છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025