બિલ્ડરો- ઘર ખરીદનારાઓમાં સળવળાટ: પોશ વિસ્તારમાં નવી મિલકત ખરીદવા વધુ સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી પડી શકે, 11 વર્ષ બાદ જંત્રી દર માટેનો સર્વે કરાશે

29-Jan-2023

કોરોના બાદ રીયલ એસ્ટેટ માર્કેટ માંડ માંડ ઉભું થઈ રહ્યું છે. જંત્રીના દર વધ્યા તો લોકો માટે ઘરનું ઘર ખરીદવું મુશ્કેલ બની જશે કેમ કે સ્ટેમ્પ ડ્યુટી સાથે દસ્તાવેજ ખર્ચ ડબલ થઈ શકે છે. હાલ કોટ વિસ્તારમાં જ્યાં 2000 સ્ક્વેર ફૂટના ફ્લેટનો દસ્તાવેજ ખર્ચ ૩ લાખ રૂપિયા થાય છે ત્યાં પોશ વિસ્તારમાં આ જ સાઈઝના ફ્લેટનો દસ્તાવેજ ખર્ચ સવા લાખ થાય છે. એટલે કંઈકને કંઈક રીતે  જંત્રીની જફા પણ એટલી જ જોવા મળી છે.

વેસુ જેવા વિસ્તારમાં જંત્રી કરતા બજારકિંમત અનેકગણી વધુ જંત્રીના દર ફરી વધવાની શક્યતા ઃ

11 વર્ષ બાદ રાજ્યભરમાં જંત્રીના દર ફરી વધવાની શક્યતા છે. સુરતમાં બિલ્ડરો અને ઘર ખરીદનારાઓ અને દસ્તાવેજ નહીં કરાવનારા લોકોમાં સળવળાટ જોવા મળી રહ્યો છે. કોટ વિસ્તારમાં હવે જંત્રીના ભાવ વધુ નહીં વધવાની સંભાવના જ્યારે પોશ વિસ્તારમાં 100 ટકા સુધી વધારો થઈ શકે છે. એટલે કે હાલ કરતા જંત્રી ડબલ થઈ શકે છે. જેના માટે પહેલા તબક્કામાં સ્ટેટ હોલ્ડરોની મીટીંગ મળનાર છે બાદ બીજા તબક્કામાં શહેરમાં એરિયા વાઇઝ સર્વે હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે, વેસુ સહિતના પોશ વિસ્તારમાં જંત્રી કરતા બજાર ભાવ વધુ છે. જંત્રી વધવાની સાથે નવા વિસ્તારોમાં ભાવ વધારો આવવાની શક્યતા છે.

Author : Gujaratenews