અરવલ્લી :સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ની શ્વેતક્રાંતિ તરીકે ઓળખાતી સાબરડેરી ના કર્મચારીઓ ની કર્મચારી મંડળી ની સ્થાપના થયા ના 50 વર્ષ પૂર્ણ થતાં સુવર્ણ જ્યંતી મહોત્સવ સાબરડેરી ઓડિટોરિયમ હોલ ખાતે સાબરડેરી તેમજ ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ના ચેરમેનશ્રી શામળભાઈ બી પટેલ ના અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો આ સુવર્ણ જ્યંતી મહોત્સવ માં સોવેનિયર વિમોચક જેઠાભાઇ પી પટેલ ચેરમેન માર્કેટિંગ યાર્ડ હિંમતનગર ના હસ્તે કરવામાં આવ્યો હતો સાબરડેરી કર્મચારી સહકારી મંડળી દ્વારા કર્મચારીઓ ના હિત માટે નજીવા દરે કર્મચારીઓ ને લોન તેમજ કર્મચારીઓ ની ફિક્સ ડિપોઝીટ પર આકર્ષક વ્યાજ આપી કર્મચારીઓ ને પ્રોત્સાહિત કરવા અનેક સેવાકીય કર્યો સાથે જાહેર જનતા ના હિતાર્થ માટે પણ દિવાળી સમયે શુદ્ધ ઘી ની મીઠાઈ વિતરણ તેમજ દૂધ વિતરણ વ્યવસ્થા કરવામાં અગ્રેસર રહી સેવાઓ કરતી હોય છે સભાસદો ના સુખ દુઃખમાં હર હમેશાં ખડેપગે ઉભી રહી સેવાઓ પુરી પાડતી હોય છે સુવર્ણ જ્યંતી સમારોહ માં સાબરડેરી ના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કર્મચારી મંડળીના ચેરમેન નારાયણભાઈ એલ પટેલ, વાઇસ ચેરમેન અજીતભાઈ પટેલ તેમજ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જીગરભાઈ પટેલ તેમજ સમગ્ર બોર્ડ ઓફ ડાયરેક્ટર અને કર્મચારીઓ દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવા છેલ્લા એક માસ થી વધુ સમય થી કમરક્સી હતી આ સમારોહમાં કર્મચારી મંડળી માં ભુતપૂર્વ ચેરમેનઓનું અભિવાદન સાબરડેરી ના વાઇસ ચેરમેન બ્રિજેશ કુમાર ડી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમમાં સાબરડેરી ના ડીરેકટર જ્યંતીભાઈ બી પટેલ, કનુભાઈ એમ પટેલ ,જશુભાઈ પટેલ, કાંતિભાઈ એસ પટેલ ,મણીભાઈ આઈ પટેલ , સાબરડેરી ના મેનેજીંગ ડિરેકટર બાબુભાઈ એમ પટેલ સહકારી મંડળી રજીસ્ટાર સહિત સાબરડેરી ડીરેકટર ડોકટર વિપુલભાઈ પટેલ, ભીખુસિંહ પરમાર, ભોગીલાલ પટેલ સહિત ના તમામ ડિરેક્ટરશ્રીઓ અને સાબરડેરી ના સમગ્ર વિભાગો ના વિભાગીયવડા તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ કોવિડ 19 ની ગાઈડલાઈન ના નીતિનિયમો ને અનુસરીને યોજવામાં આવ્યો હતો.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024