ભિલોડા,મેધરજ અને શામળાજીમાં ટ્રોમા સેન્ટર અને ફાયર સ્ટેશન ફાળવવા સંદર્ભે અરવલ્લી જીલ્લા પંચાયત પુર્વ પ્રમુખે ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને લેખિતમાં પત્ર પાઠવ્યો 

28-Dec-2021

અરવલ્લી:અરવલ્લી જીલ્લાનો ભિલોડા,મેધરજ અને શામળાજી વિસ્તાર અંતરિયાળ ડુંગરાળ ગ્રામીણ વિસ્તાર આવેલ છે.આરોગ્ય વિષયક સુવિધાઓ હાલના તબક્કે કોરોના વાઈરસ સહિત જીવલેણ મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમજ અવાર -નવાર નાના - મોટા અકસ્માતો સર્જાતા સર્જાતા હોય છે ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે નિર્દોષ વ્યક્તિઓ મોતના ખપ્પરમાં હોમાઈ જતા હોય છે.

અરવલ્લી જીલ્લા પંચાયત પુર્વ પ્રમુખ રાજેન્દ્રભાઈ પારધી એ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને લેખિતમાં પત્ર પાઠવ્યો છે.ભિલોડા,મેધરજ અને શામળાજીમાં ટ્રોમા સેન્ટર અને ફાયર સ્ટેશન સત્વરે ફાળવવા સંદર્ભે લેખિતમાં અનુરોધ કર્યો હતો.

Author : Gujaratenews