જિજ્ઞેશ મેવાણીની કોંગ્રેસમાં એન્ટ્રી:દલિતનેતા બપોરે કોંગ્રેસમાં જોડાશે; રાહુલ ગાંધી દિલ્હીમાં કોંગ્રેસનો ખેસ પહેરાવશે, હાર્દિક પટેલ પણ હાજર રહેશે

28-Sep-2021

જિજ્ઞેશ મેવાણી - ફાઇલ તસવીર.

ગુજરાતમાં અલગ અલગ આંદોલન અને લોકોનો સમૂહ ભેગો કરી નવા યુવાનો સમાજનો ચહેરો બન્યા અને આજે ગુજરાત અને દેશની રાજનીતિમાં મોટા ચહેરા બન્યા છે, જેમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ હાલ ગુજરાત કોંગ્રેસમાં મહત્ત્વની ભૂમિકામાં છે. ત્યારે હવે તેની સાથે દલિતનેતા અને વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી મંગળવારે બપોરે કોંગ્રેસમાં જોડાશે. એ માટે મેવાણી દિલ્હી પહોંચ્યા છે. રાહુલ ગાંધી બપોરે જિજ્ઞેશ મેવાણી અને કન્હૈયા કુમારને કોંગ્રેસનો ખેસ પહેરાવશે. આ સમયે હાર્દિક પટેલ પણ દિલ્હીમાં હાજર રહેશે.જિજ્ઞેશની જીતમાં કોંગ્રેસનું યોગદાન

કોંગ્રેસમાં જોડાવા સાથે ગુજરાતમાં જિજ્ઞેશ મેવાણીને મહત્ત્વની કામગીરી સોંપવામાં આવશે તેમજ તેના મિત્ર હાર્દિક પટેલ પણ કોંગ્રેસના ખૂબ મહત્ત્વના હોદ્દા પર હશે, એવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. જિજ્ઞેશ મેવાણી દિલ્હીમાં કોંગ્રેસનો ખેસ પહેરશે, તેની સાથે કન્હૈયા કુમાર પણ કોંગ્રેસમાં જોડાશે. જિજ્ઞશ મેવાણી 2017માં વડગામ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું ત્યારે કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ઊભો ન રાખતાં તેની જીતનો માર્ગ મોકળો કર્યો હતો. હવે 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ મેવાણી ચૂંટણીમાં ઝંપલાવશે, પણ આ વખતે કોંગ્રેસનો હાથ સાથે હશે. આગામી દિવસોમાં હાર્દિક અને મેવાણીની જોડી ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણ લાવે એવી શક્યતા છે.

જિજ્ઞેશ મેવાણી ગુજરાતમાં એક સામાજિક કાર્યકરથી રાજકારણી બન્યા. જેમણે 2017 માં સ્વતંત્ર ઉમેદવાર તરીકે વડગામ વિધાનસભા બેઠક જીતી. તેઓ દલિત પરિવાર સાથે જોડાયેલા છે. મેવાણીને દલિત પરિવારના અધિકારોના નેતા તરીકે માનવામાં આવે છે. તેમણે અમદાવાદથી ઉના સુઘી દલિત અસ્મિતા યાત્રા નામક વિરોધ પ્રદર્શનની આગેવાની લીધી. જે ઉના ગામમાં દલિત પુરુષો પર થયેલા ઘાતક હુમલા બાદ 'ગૌ રક્ષક' કહાવાયા. આ વિરોધ પ્રદર્શનમાં 20,000 દલિતોએ આ વિરોધમાં હાજરી આપી હતી અને એક દલિત મહિલા પણ સામેલ હતી જેણે ગાયના મૃતદેહોના નિકાલનું કામ ન કરવા વચન લીધુ.

આખું નામ

જીગ્નેશ મેવાણી

જન્મતારીખ

11 Dec 1982

જન્મસ્થળ

અમદાવાદ, ગુજરાત, ભારત

કાર્યકર / રાજકારણી

પિતાનું નામ

નટવરલાલ શંકરલાલ પરમાર

માતાનું નામ

ચંદ્રાબેન

જીવનસાથીનું નામ

-

સંપર્ક

કાયમી સરનામુ

47 નરોડા (ગુજરાત) મતવિસ્તાર, ભાગ ક્રમાંક 118 માં સિરિયલ નં. 598

હાલનું સરનામું

47 નરોડા (ગુજરાત) મતવિસ્તાર, ભાગ ક્રમાંક 118 માં સિરિયલ નં. 598

Author : Gujaratenews