ભાદર થયો ભડભાદર: સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર-1 ડેમ છલકાયો, રાજકોટની ભાદર નદીમાં ઘોડાપૂર, અનેક ગામો સંપર્ક વિહોણા
28-Sep-2021
ગુજરાતમાં(Gujarat)સતત વરસી રહેલા વરસાદના પગલે રાજયના અનેક નદી અને ડેમોમાં પાણીની(Water) આવક વધી છે. તેમજ અનેક ડેમો ઓવરફ્લો પણ થયા છે. જેમાં રાજકોટ(Rajkot)જિલ્લાની ભાદર નદીમાં(Bhadar River)ઘોડાપૂર આવ્યું છે.રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા આજી, ન્યારી અને લાલપરી ઓવરફલો થયા બાદ હવે ભાદરવે ભાદર ભડ ભાદર બને તેવા સુખદ સંજોગો દેખાય થઈ રહ્યા હોય તેમ ભાદર-1 ડેમ ઓવરફલો થયો છે. સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર ડેમમાં સતત પાણીની આવક ચાલુ રહેતા આજે ડેમ છલોછલ ગયો છે ત્યારે 22 ગામોને એલર્ટ કરાયા છે અને નીચાણવાળા વિસ્તારને એલર્ટ રહેવા તંત્ર તરફથી સુચના આપવામાં આવી છે.
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લીલાખા ગામ પાસેનો ભાદર-1 ડેમ તેની નિર્ધારિત સપાટીએ 100 ટકા ભરાઈ ગયેલો હોવાથી ડેમના બે દરવાજા ખોલવામાં આવશે. જળાશયની હાલની સપાટી 107.89 મીટરની છે. ડેમમાં હાલ 965 ક્યુસેકના પ્રવાહની આવક છે, જે છોડવામાં આવશે. આથી ભાદર-1 ડેમ ના હેઠવાસમાં આવેલા ગોંડલ તાલુકાના લીલાખા મસીતાળા ભંડારિયા ખંભાલીડા અને નવાગામ જેતપુર તાલુકાના મોણપર થી રસરાજ દેરડી જેતપુર નવાગઢ રબારીકા સરદાર પાંચપીપળા કેરાડી અને લુણાગરા જેતપુર તાલુકાના જ લુણાગરી અને વાડાસડા જામકંડોરણા તાલુકાના તરવડા અને ઈશ્વરીયા તથા ધોરાજી તાલુકાના રેગડી ભક્તિ અને ઉમરકોટ ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ભાદર ભડ ભાદર એવો આ રસાતાળ ડેમ રાજકોટ ઉપરાંત જેતપુર અને ગોંડલ પંથકમાં પીવાના પાણીની જરૂરિયાત અને સાથે ખેતી માટે પણ મુખ્ય આધારસ્તંભ છે. ભૂશાસ્ત્રીઓના અભ્યાસ મુજબ ભાદર ડેમ ભૌગોલિક સ્થિતિએ રકાબી આકારે હોય ભૂસ્તરમાંથી પાણીનો પ્રવાહ ડેમ વિસ્તારમાં કેન્દ્રિત થાય છે. જેના લીધે આસપાસની નદીઓ અહીં ડેમમાં ઠલવાતી હોય સરેરાશ 25થી 30 ઇંચ જેટલો વરસાદ પડે તો પણ ભાદરમાં કમસેકમ પાણી કાંઠે તો આવી જ જાય છે. ભાદર ડેમ પીવાના પાણી ઉપરાંત સિંચાઇ માટે પણ આશીર્વાદરૂપ છે.
જેતપુરથી દેરડીની બેઠી ધામી પર ભાદરના પાણી ફરી વળ્યા છે. નદીના પાણી ફરી વળતા જેતપુરથી દેરડી, મોણપર, કાગવડ સહિતના ગામ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. ભાદર-1 ડેમ ઓવરફ્લો થતા ચોતરફ પાણ ફરી વળ્યું છે. જયારે ભાદર 1 ડેમના 15 દરવાજા 3 ફૂટ સુધી ખોલી નાંખવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ગણાતો ભાદર-1 ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. ભાદર-1 ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે છે.34 ફૂટની સપાટી ધરાવતા ડેમની હાલની જળસપાટી 34 ફૂટ પર પહોંચી ચૂકી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં 3 હજાર 264 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિમાં હોવાથી આસપાસના 22 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.. લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવાની સૂચના આપવામાં આવી છે.
ભાદર 1 છલકાતા ગોંડલ,જેતપુર,વીરપુર, રાજકોટના લોકોની પીવાના પાણીની સમસ્યાનો અંત આવી ગયો છે. ઉપરવાસમાં પડેલ વરસાદને કારણે ભાદરમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થઈ. ડેમના દરવાજા ખોલતા જ નીચાણ વાળા ગોંડલ, જેતપુર, ધોરાજી, જામકંડોરણા તાલુકાના 22 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024