લાડવી ગામ: રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા દક્ષિણ ગુજરાત પ્રાંત શોર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરાયું

28-May-2022

વેકેશનનો સદુપયોગ થાય એ હેતુથી રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા દક્ષિણ ગુજરાત પ્રાંત ના યુવા શોર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન તા. 17-5-2022 થી 22-5-2022 દરમિયાન RMG ઈંગ્લીશ સ્કૂલ, લાડવી ગામ ખાતે થયું હતું જેમાં દક્ષિણ ગુજરાતનાં વિવિધ જિલ્લાઓ માંથી 114 યુવાનો ભાગ લીધો હતો, જ્યાં યુવાનોને બૌદ્ધિક અને શારીરિક રીતે મજબૂત કરવા માટે જુડો કરાટે, લક્ષ્ય ભેદ, લાઠી દાવ, ઓપ્ટિકલ, ધનુ્રવિદ્યા, તીરંદાજી રમતો, યોગાસન, સૂર્ય નમસ્કાર જેવી શારીરિક તાલીમ આપી હતી સાથે સાથે બૌદ્ધિક વ્યક્તવ્ય દ્વારા માનસિક ઘડતર તેમજ રાષ્ટ્રભક્તિ ના પાઠ દ્વારા વ્યક્તિ નિર્માણ થી રાષ્ટ્રીય નિર્માણનું માર્ગદર્શન અપાયું હતું, સહયોગી તરીકે ઈન્ડિયા હેલ્થ લાઈન અને અન્ય સંસ્થાઓ જોડાઈ હતી, જે સભ્યો ભાગ લીધો હતો એમના માટે રહેવાની જમવાની ઉત્તમ વ્યવસ્થા પુરી પડાય હતી, સાથે આ વર્ગમાં પ્રાંત, પ્રદેશ તથા કેન્દ્રીય પદાધિકારી મનોજ સિંહ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રશિક્ષણ વર્ગમાં કિશોરભાઈ હાપલિયા, હસમુખભાઈ રૈયાણી, ડો.પૂર્વેશભાઈ ઢાંકેચા અને ટીમનું નેતૃત્વ સાંપડ્યું હતું.

Author : Gujaratenews