અરવલ્લી : અરવલ્લી જીલ્લાના છેવાડાના માનવીની સુખ શાંતિ અને સમથઁતા માટે પ્રયત્નશીલ સદભાવના ફોરમની બેઠક શેઠ ફાર્મ ખાતે યોજાઇ હતી. નવા વષઁ માટે વિવિધલક્ષી આયોજન જેવા કે શિક્ષણ , આરોગ્ય, સરકારી સેવા, આર્થિક નાદુરસ્ત લોકોને સીધી મદદ જેવા વિવિધ મુદ્દાઓ પર વિવિધ કમિટીની રચના કરી કામગીરી વધુ વેગવંતી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. આજની મોડાસા ઉપરાંત માલપુર, મેઘરજ, ભિલોડા તાલુકાના અનેક વેપારીઓ, શિક્ષકો , ડોક્ટર્સ અને મુરબ્બીઓ જોડાયા હતા. આ સુંદર કાર્યક્રમના આયોજનમાં ત્રીલોકભાઈ મહેતા અને હબીબ ભાઈ શેઠએ ખૂબ મહેનત કરી હતી. આ કાર્યક્રમમાં અમૃતભાઈ પટેલ, સલીમભાઈ દાદુ, ડો ઇફ્તેખાર મલેક, રાકેશભાઈ જોશી, અબ્દુલ રહીમ ભાયલા, અજયભાઈ પંડ્યા વિગેરે મહાનુભાવો દ્વારા વિવિધ મુદ્દાઓ આધારિત વાતચીત પ્રસ્તુત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં દિલ્હીથી પધારેલા જમાતે ઇસ્લામી હિંદ ના રાષ્ટ્રીય સચિવ શ્રી મુહમ્મદ શફી મદની શેઠ દ્વારા આં પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા અને આનો વ્યાપ વધે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી કોવીડ-19 સ્થિતી સમયે સદભાવના ફોરમની ઉત્કૃષ્ઠ કાગીરીએ અરવલ્લી જીલ્લા હિન્દુ-મુસ્લીમ સમાજમાં ભાઇચારાનુ અનેરુ ઉદાહરણ રજૂ કર્યુ છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024