રામપુરા વહાણવટી માતાજીના નવીન મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવા ટ્રસ્ટીગણોની માતાજીના મંદિરે બેઠક, મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની વિશેષ ઉપસ્થિતિ...ચૈત્રી મહિનામાં ત્રિદિવસીય કાર્યક્રમોનુ આયોજન

27-Dec-2021

અરવલ્લી : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના રામપુરા ગામના સીમાડે રામપુરા સોનાસણ ગામોની મધ્યમાં આવેલા પૌરાણિક ખીજડાવાળા સિકોતર વહાણવટી માતાજીના મંદિર પ્રાંગણમાં જ નવીન નિર્માણ પામેલ શિખર બધ્ધ મંદિર નો આને માતા સિકોતર વહાણવટી માતાજીની મૂર્તિ સહિતના દેવી-દેવતા ઓની મૂર્તિઓનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આગામી ચૈત્ર માસમાં યોજવામાં આવનાર હોવાના આયોજન માટે આને વિવિધ આયોજનો આને આગોતરા આયોજનના ભાગરૂપે આજે માતાજીના મંદિરે મંદિરના ટ્રસ્ટી ગણોની બેઠક ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી અને માઈભકત ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં મળી હતી આ બેઠકમાં મંદિર નિર્માણમાં અમૂલ્ય ફાળો આપનાર બાબુલાલ શેઠ પરિવારના શૈલેષભાઈ પટેલ ડો રાજુભાઈ નાયક હિંમતનગર મોહનલાલ નાયી .. માતાજીના પટ્ટશિષ્ય આને મંદિરના સર્વંસર્વા ડાહ્યાભાઈ પ્રજાપતિ કેતનભાઈ મનીષભાઈ પ્રજાપતિ મૂળજીભાઈ માજી સરપંચ નરસિંહભાઇ મહેન્દ્ર ભગત માઈઉપાસક મનુભાઈ ભગત રામપુરા રાજુભાઈ પટેલ જીગરસિહ સહિતના માઈભક્તો આને ટ્રસ્ટીગણોની ઉપસ્થિતિમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના ત્રિદિવસીય પ્રોગ્રામ ભજન ભોજન હોમહવન મહાઆરતી સહિત ની વિવિધ સેવાઓ અને પ્રોગ્રામ સહિતના આયોજનો ની ચર્ચા તેમજ સેવાકિય વિવિધ પ્રવૃતિઓ સેવાકિય સ્વયંસેવકો સ્વચ્છતા આરોગ્ય સેવાઓ સહિતના આયોજનોની વિસ્તૃત ચર્ચા અને આયોજનો કરવામાં આવ્યાં હતાં..વિવિધ સૂચનો અને આરોગ્ય ની સંપૂર્ણ ધ્યાન સહિતના બાબતોના આયોજનો કરવામાં આવ્યાં હતાં મંત્રી ગજેન્દ્રસિંહ પરમારનું ભવ્ય સ્વાગત ટ્રસ્ટીગણ સહિતના માઈભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું તો સેવાકિય કાર્યોમાં આને મંદિર વિકાસમાં જરૂર પડ્યે ત્યા સંપૂર્ણ સહકારની ખાત્રી આપવામાં આવી હતી.માઇઉપાસક ડાહ્યાભાઈ પ્રજાપતિએ આભાર દર્શન કરાવી માતાજીનો જયજયકાર બોલાવવામાં આવ્યો હતો.

Author : Gujaratenews