ગુડ ગવર્નન્સના ભાગરૂપે મોડાસામાં વિકાસ દિવસની ઊજવણી કરાઇ .
પી.એમ.સ્વાનિધી હેઠળ 215 ફેરિયાઓને ફેરીના ઓળખકાર્ડ અપાયાં
મોડાસાના મહાલક્ષ્મી ટાઉનહોલમાં ગુડ ગવર્નન્સના ભાગરૂપે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા મોડાસા પાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસારની અધ્યક્ષતામાં શહેરી વિકાસ દિવસ ઊજવાયો હતો . જેમાં લાભાર્થીઓને રાજ્ય સરકારની વિવિધલક્ષી યોજનાઓના લાભનું વિતરણ કરાયું હતું . પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે લોકોને મકાન મંજૂર થયા તેમને 10 પ્રમાણપત્રો અપાયા હતા તથા કુલ 1200 મકાનો મંજૂર કરાયા હતા . પ્રધાન સ્ટ્રીટ વેન્ડર સ્કીમ પી.એમ.સ્વાનિધી હેઠળ જે ફેરિયાઓને 10,000 ની લોન મળેલ છે તેવા 215 ફેરિયાઓને ફેરીના ઓળખકાર્ડ અપાયા હતા . મુખ્યમંત્રી યોજના હેઠળ કુલ 10 મંડળને 1 લાખ એમ કુલ 10 લાખના ચેકોનું વિતરણ કરાયું હતું . કાર્યક્રમમાં મુખ્ય અધિકારી સંજયભાઈ પંડયા , કારોબારી સમિતિના અધ્યક્ષ ભગવતી બેન , સેનેટેરી સમિતિના અધ્યક્ષ અતુલભાઈ જોષી , વેરાવસૂલાત સમિતિના અધ્યક્ષ પ્રિયંકભાઈ પટેલ , સમાજ કલ્યાણ સમિતિના અધ્યક્ષ વર્ષાબેન રાઠોડ , પ્રધાનમંત્રી આવાસ યોજના સમિતિના અધ્યક્ષ આશાબેન ખાંટ ડે.એન.યુ.એલ.એમ યોજના સમિતિના અધ્યક્ષ કાજલબેન ખાંટ , ટાઉન પ્લાનિંગ સમિતિના અધ્યક્ષ રોહિતભાઈ પટેલ , પાણી પુરવઠા વિભાગ સમિતિના અધ્યક્ષ નિરજભાઈ શેઠ , કટલરી કરિયાણા મરચન્ટ સહકારી શરાફી મંડળીના પંકજભાઈ બુટાલા , રમણભાઈ પ્રજાપતિ સહિત હાજર હતા .
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024