૪૬ વર્ષ પૂર્વ મહેસુલ મંત્રીએ કરેલા કર્યોને આજપણ કચ્છ ના લોકો શ્રધાંજલિ સ્વરૂપે યાદ કરે છે

27-Dec-2021

ભુજ : " પ્રેમજીભાઈ કચ્છના જન જીવનના શિલ્પી અને ધડવૈયા હતા . જાહેરજીવનના કબી૨ વડ હતા . તેમનું વ્યકિતત્વ કચ્છના ખૂણે ખૂણે સર્વસ્વીકૃત હતું . તેઓ નાના સાથે નાના , મોટા સાથે મોટા , કલાકાર સાથે કલાકાર , માલધારી સાથે માલધારી તેમજ IAS ઓફિસરો સાથે પ્રધાન તરીકે વાત કરી શકતા હતા . તેમના કાર્યકાળ દરમિયાન કચ્છમાં રસ્તાઓ , સિંચાઈના નાના – મોટા ડેમો , પ્રાથમિક શાળાઓ , હાઈસ્કૂલો , કોલેજો , હોસ્પિટલસ્ , દવાખાના , આરોગ્ય કેન્દ્રો , પશુ દવાખાના તથા ઈલેકટ્રીક સપ્લાય ક્ષેત્રમાં જે વ્યાપક કામો થયા તેના કારણે પ્રેમજીભાઈએ મેળવેલ અપ્રતીમ લોકચાહનાનો હું સાક્ષી છું . તેઓ સાચા અર્થમાં એક મહા માનવ હતા . " ઉપર્યુકત શબ્દો ગુજરાતના પૂર્વ મહેસુલ તથા કાયદા મંત્રી પ્રેમજીભાઈ ભવાનજી ઠકકરની ૪૬મી પુણ્યતિથિ પ્રસંગે યોજવામાં આવેલ કાર્યક્રમના અતિથિ વિશેષ તથા અબડાસાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ ઠકકરએ ઉચાર્યા હતા . તેમણે છેલ્લા ૪૫ વર્ષથી શ્રધ્ધાંજલિ કાર્યક્રમનું સાતત્ય જાળવી રાખવા માટે શંકરભાઈ સચદેને અભિનંદન આપ્યા હતા .

પ્રમુખ સ્થાનેથી પ્રવચન આપતાં કચ્છના મૂર્ધન્ય સાહિત્યકાર જયંતિભાઈ જોષી ' ' શબાબ'એ વેદો , ઉપનિષદો , મનુસ્મૃતિ તથા શુક્રનીતિ ટાંકીને જણાવ્યું હતું કે નેતૃત્વની અપ્રતિમ યોગ્યતા માટે ક્ષાત્રગુણ , શિક્ષણ , ધર્મનિષ્ઠા અને સ્વદેશપ્રીતિ આવશ્યક છે . આ ચારેય ગુણો દિવંગત પ્રેમજીભાઈમાં હતા . તેથી તેમણે પોતાના કાર્યો ધ્વારા માત્ર કચ્છ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની પ્રજાના લોક હદયમાં કાયમી સ્થાન પ્રાપ્ત કર્યુ છે . 

કાર્યક્રમના પ્રારંભમાં પ્રેમજીભાઈ ભવાનજી મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શંકરભાઈ સચદેએ સૌનું સ્વાગત કર્યુ હતું . ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ચોથાણીએ અતિથિ વિશેષનુ જયારે પુષ્પાબેન સચદેએ કાર્યક્રમના પ્રમુખનું પુષ્પગુચ્છથી સન્માન કર્યુ હતું .

બી.ઈ. કોમ્પ્યુટર ઈન્જિનીયરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા કુ . સંસ્કૃતિ કેશવજી મોરસાણીયા રહે . મુંદરાને ટ્રસ્ટ તરફથી જયારે એમ.બી.એ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતા બાલકિષ્ન જયેશભાઈ ચોથાણી – ભુજ તથા બી.ઈ. કોમ્પ્યુટર ઈન્જિનયરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા કિશન ધીરેનભાઈ પરમાર – ભુજને ખાસ કેસ તરીકે શંકરભાઈ સચદે પરિવાર તરફથી , મહેશભાઈના વરદ્ હસ્તે સ્કોલરશીપ એનાયત કરવામાં આવી હતી . 

હાટકેશ અંબિકા મહિલા મંડળ તથા સંસ્કૃત પાઠશાળા તેમજ સત્યમ સંસ્થા યોજીત જુદી જુદી ૬ સ્પર્ધાઓના ૪– ૪ વિજેતાઓને પુષ્પદાનભાઈ ગઢવી , ડો . કાંતિભાઈ ગોર , મોહનભાઈ શાહ , શીવદાસભાઈ પટેલ , અમીરઅલી લોઢીયા તથા એમ.એસ. જથમના વરદ્ હસ્તે ઈનામો આપવામાં આવ્યા હતા . આ ઈનામો ઉર્મિશભાઈ તથા હિરેનભાઈ એસ . સચદે તરફથી આપવામાં આવ્યા હતા . સ્પર્ધાઓનું આયોજન દર્શકભાઈ અંતાણી તથા વિભાકરભાઈ અંતાણી તરફથી સંભાળવામાં આવ્યું હતું . અગ્રણીઓ, જગદિશભાઈ મહેતા , ડો . મહેન્દ્ર ઠકકર , બળવંતસિંહ વાઘેલા , મજીદભાઈ કુરેશી , અનવર નોડે , શંભુભાઈ જોષી , દિલીપ આચાર્ય , એ.કે. શેખ , વિજયભાઈ સચદે , પ્રતાપ રૂપારેલ તથા કમળાબેન ઠકકર વગેરેએ પ્રેમજીભાઈની પ્રતિમા તથા તૈલચિત્રને ફુલહાર અર્પણ કરી શ્રધ્ધાજંલિ આપી હતી.આભાર વિધી તથા સમગ્ર કાર્યકર્મનું સંચાલન ઉર્મિશ એસ . સચદેએ કર્યુ હતું .રમેશભાઈ ભાનુશાલી ,હસુભાઈ ઠકકર તથા  હિરેનભાઈ સચદેએ કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી હતી.

Author : Gujaratenews