અરવલ્લીના બાયડ ખાતે બોચાસણવાસી અક્ષર પુરષોતમ સ્વામિનારાયણ સંસ્થા (બી એ પી એસ) ની નૂતન જગ્યા પર ભવ્ય શાકોત્સવ ઊજવાયો

27-Dec-2021

બાયડ ખાતે અરવલ્લી પેટ્રોલ પંપ અને પ્રમુખવીલા સોસાયટી વચ્ચે આવેલ બોચાસણવાસી અક્ષર પુરષોતમ સ્વામિનારાયણ સંસ્થા(બી એ પી એસ )મંદિર ની ભુમી પર આજરોજ ભવ્ય શાકોત્સવ નું આયોજન ભાવનગર બી એ પી એસ મંદિર ના મહંત  પૂજ્ય સોમપ્રકાશ સ્વામી તેમજ હિંમતનગર બી એ પી એસ મંદિર ના કોઠારી મંગલપુરુષ સ્વામી તથા મોડાસા ક્ષેત્ર ના મુખ્ય સંત પૂજ્ય નિર્મલચરણ સ્વામી ની હાજરીમા ભવ્ય શાકોત્સવ નું આયોજન કરેલ હતું જેમાં બાયડ, ધનસુરા, વાત્રક,બોરોલ ગાબટ, ઉભરાણ, ઝેર, ડેમાઈ,ગડિયા અને મોડાસા થી ખુબજ મોટી સંખ્યા મા હરિભક્તો પધાર્યા હતા.  જેમાં મુખ્ય વક્તા પૂજય સોમપ્રકાશ સ્વામી એ મનુષ્ય જીવનમાં મંદિર ની આવશ્યકતા વિષે અને પ્રમુખસ્વામી મહારાજ ના શતાબ્દી મહોત્સવ વિષે ખુબજ સુંદર પ્રવચન આપ્યું ‌અને‌ ભક્તો ‌ખુશહાલ થયા.  તેમજ પૂજ્ય સોમપ્રકાશ સ્વામી એ પ્રવચનના અંતે બાયડ ખાતે ભવ્ય મંદિર નિર્માણ માટે બેન્ક એકાઉન્ટ પણ ખોલાવી દીધા નું જણાવી દરેક હરિભક્તો ને સેવા આપવાની વિનંતી કરી જલ્દી થી મંદિર નિર્માણ થાઈ માટે સહભાગી બનવા આહવાન કરતા સાંભમંડપ મા હજાર હરિ ભક્તોમા ખુશી વ્યાપી જતા દરેકે તાળીઓ ના ગડગડાટ થી વધાવી લીધેલ હતું. ભવ્ય શાકોત્સવ નું સફળ આયોજન બાયડ બી એ પી એસ ના સત્સંગ મંડળ ઘ્વારા કરવામા આવ્યું હતું.

Author : Gujaratenews