સુરત : લગ્ન પ્રસંગે સેવા સાથે સામાજીક સંદેશ આપતો બલર પરિવાર

27-Dec-2021

સુરત: બલર પરીવારના દિકરા દિવ્યેશ ભરતભાઇ બલરે કેનેડા થી સુરત આવી દેશી ઢબથી લગ્ન કર્યા. લગ્નનો દરેક ખોટો ખર્ચો બચાવીને દેશમાં સેવા આપતી જુદી જુદી સંસ્થાઓને ચેક રૂપે રૂપિયા આપ્યા હતા. સમાજ માં શિક્ષણ, આરોગ્ય, હીરાના કારીગરો માટે કાર્ય કરતી સંસ્થા અને સમાજ હિત અને ગૌ સેવા કરતી સંસ્થા અને પરીવાર ના જરૂરીયાત મંદ વ્યક્તિ ને દાન આપી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. જેમા તેમણે આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ (AHP) , ઇન્ડીયા હેલ્થ લાઇન (IHL), શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત હોસ્ટેલ પ્રોજેક્ટ, ડાયમંડ ઇન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન (DICF), પાટીદાર અનામત આંદોલન સમિતિમાં શહીદ પરીવાર માટે વગેરે જેવી ઘણી સંસ્થાઓને તેમના પરિવારના વડીલ રાઘવભાઇ ડાહ્યાભાઈ, ભરતભાઇ , અશોકભાઇ , તુલસીભાઇ , નીતિનભાઇના હસ્તે ચેક ભેટ સ્વરૂપે આપ્યા હતા.

Author : Gujaratenews