હવે પહેલાની જેમ 10 રૂપિયામાં મળશે પ્લેટફૉર્મ ટિકિટ, કોરોનાના કારણે વધ્યો હતો ભાવ

27-Nov-2021

હવે રેલવે પ્લેટફૉર્મ ટિકિટ પહેલાની જેમ 10 રૂપિયામાં મળશે. સમાચાર એજન્સી એએનઆઈના અનુસાર, ભારતીય રેલવેએ કોરોના મહામારીના સમયે પ્લેટફૉર્મ ટિકિટના વધારેલા ભાવ પરત લઇ લીધા છે. પહેલા મહામારી દરમિયાન રેલવે સ્ટેશનો પર ભીડ ઓછી કરવાના ઉદ્દેશ્યથી ભાવમાં વધારો કરાયો હતો. કેટલાક પ્લેટફૉર્મ પર 50 રૂપિયા ટિકિટ કરાઇ હતી.

રેલવેએ કોરોના મહામારી બાદ બંધ કરાયેલી ટ્રેનોમાં કેટરિંગ સેવાઓને ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આની શરૂઆત રાજધાની, શતાબ્દી, દુરંતો, વંદે ભારત, તેજસ અને ગતિમાન એક્સપ્રેસ ટ્રેનોથી થશે. આ નિર્ણય રેલવે બોર્ડે બુધવારે લીધો છે. ટુંક સમયમાં જ અન્ય ટ્રેનોમાં પણ આ સેવા શરૂ થઇ જશે.

Author : Gujaratenews