રસોઇ ગેસના સિલેન્ડર પર ફરી મળી રહી છે સબસિડી, જાણો ગ્રાહકોના ખાતામાં કેટલા રૂપિયા થશે ટ્રાન્સફર?

27-Nov-2021

નવી દિલ્હી : રસોઇ ગેસની કિંમતોમાં (LPG price)સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા સાત વર્ષોમાં કિંમત ડબલથી પણ વધી ગઈ છે. જોકે આ બધાની વચ્ચે ગ્રાહકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. રસોઇ ગેસ સિલિન્ડર (LPG gas cylinder)પર ફરી એક વખત સબસિડી (LPG Subsidy)આપવામાં આવી રહી છે. ગ્રાહકોના ખાતામાં સબસિડીના પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જાણકારી પ્રમાણે હવે એલપીજી ગ્રાહકોને (LPG customers) 79.26 રૂપિયા પ્રતિ સિલેન્ડર સબસિડીના રૂપમાં આપવામાં આવી રહ્યા છે.

જોકે કેટલાક ગ્રાહકોને 158.52 કે 237.78 રૂપિયા સબસિડી મળી રહી છે. આવામાં હજુ આ વિશે કન્ફ્યૂઝન જોવા મળી રહ્યું છે. જણાવી દઈએ કે છેલ્લા કેટલાક ઘણા દિવસોથી એવા કેસ સામે આવી રહ્યા હતા કે ગ્રાહકના ખાતામાં સબસિડી આપવામાં આવી રહી ન હતી. હવે ફરિયાદ આવવાની બંધ થઇ ગઈ છે.

ગેસ સબસિડીના પૈસા મળી છે કે નહીં તે ચેક કરવાની બે રીતો છે. પ્રથમ રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દ્વારા અને બીજુ એલપીજી આઈડી દ્વારા. જે તમારા ગેસ પાસબુકમાં લખેલી હોય છે. આવો જાણીએ તેની પ્રોસેસ કેવી છે?

 

1. સૌથી પહેલા http://mylpg.in/ પર જાવ અને ત્યાં LPG Subsidy Online પર ક્લિક કરો. અહીં તમને ત્રણ એલપીજી સિલેન્ડર કંપનીઓના ટેબ જોવા મળશે. તમારું જે કંપનીનું ગેસ કનેક્શન છે તેના પર ક્લિક કરો. જો તમારી પાસે ઇન્ડેન ગેસનું સિલેન્ડર છે તો Indane પર ક્લિક કરો.

2. આ પછી Complaint વિકલ્પને પસંદ કરી Nextના બટન પર ક્લિક કરો. પછી એક નવું ઇન્ટરફેસ ખુલીને તમારી સામે આવશે. જેમાં તમારી બેંક ડિટેલ્સ હશે. ડિટેલ્સથી તમને ખબર પડશે કે સબસિડીના પૈસા તમારા ખાતામાં આવી રહ્યા છે કે નહીં.

Author : Gujaratenews