ગુજરાત વિધાનસભાના(Gujarat Legislative Assembly) ચોમાસું સત્રનો સોમવારથી પ્રારંભ થશે. બે દિવસના આ ચોમાસું સત્ર દરમ્યાન ગુજરાતની નવી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) સરકારની પ્રથમ કસોટી થશે. ગુજરાત વિધાનસભાના દ્વિદિવસીય ચોમાસુ સત્રમાં વિપક્ષ સરકારને વિવિધ મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરશે.
જ્યારે રાજ્ય સરકાર વિવિધ બિલ પસાર કરવાની સાથેસાથે કેટલીક નવી જાહેરાતો કરે તેવી સંભાવના છે. વિધાનસભાના આ ચોમાસુ સત્રમાં અધ્યક્ષપદે નીમાબહેન આચાર્ય સર્વાનુમતે ચૂંટાય તેવી સંભાવના છે. ગુજરાતના રાજકીય ઈતિહાસમાં પહેલીવાર વિધાનસભાના અધ્યક્ષપદે મહિલા ચૂંટાઈ આવશે.અગાઉ વિધાનસભાના ચોમાસુ સત્રને લઈને સત્તાપક્ષ અને વિપક્ષી સભ્યોની બનેલી કામકાજ સલાહકાર સમિતીની બેઠક યોજાઈ હતી. જેમા બે દિવસના કામકાજની રૂપરેખા ઘડવામાં આવી છે. સરકાર વતી વિધાનસભાના ચોમાસુ સત્રમાં ચાર બીલ પસાર કરવામાં આવે તેવી સંભાવના છે. આ ઉપરાંત વિધાનસભા સત્ર પૂર્વે રવિવારે ભાજપના ધારાસભ્ય દળની પણ બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિધાનસભામાં કામકાજને લઈને રણનીતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024