Rs. 1.55 to Rs 32: 1.55 રૂપિયાના આ શેરથી રોકાણકારો થયા માલામાલ, એક વર્ષમાં એક લાખના થયા 20.53 લાખ

27-Aug-2021

Multibagger Stock 2021: શેરબજારના શાનદાર પ્રદર્શનને કારણે રોકાણકારો શેરબજાર (Stock Market)માં વધુ રસ દાખવી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી નાની અને મધ્યમ કંપનીઓના શેરમાં તેજી જોવા મળી રહી છે. રોકાણકારોને સ્મોલ કેપ (Small Cap) અને મિડ કેપ (Mid Cap) શેરમાં ઓછા સમયમાં યોગ્ય રિટર્ન (Stock Return) મળી રહ્યું છે.

અહીં એક એવા સ્ટોકની જાણકારી આપવામાં આવી છે, જેમાં માત્ર 12 મહિનામાં રોકાણકારના 1 લાખ રૂપિયા 20.53 લાખમાં પરિવર્તિત થઈ ગયા છે. અહીં માઈક્રોકેપ શેર (Microcap share) આદિનાથ ટેક્સટાઈલ્સ લિમિટેડ (Adinath Textiles)ની વાત કરવામાં આવી રહી છે. આદિનાથના ટેક્સટાઈલ્સના સ્ટોકમાં રોકાણકારોને 1,953% રિટર્ન મળ્યું છે.

Author : Gujaratenews