કોરોનાના વધતા જતા કેસ વચ્ચે આજે PM મોદીની મુખ્યમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક

27-Apr-2022

દેશમાં ફરી એકવાર કોરોના સંક્રમણના કેસમાં થયેલા વધારા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. આ સંવાદ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ પણ કોરોનાની સ્થિતિ પર પ્રેઝન્ટેશન આપશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. વડાપ્રધાને રવિવારે દેશમાં ફરી એકવાર કોવિડ-19 ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને દેશવાસીઓને સાવચેત રહેવા અને માસ્ક પહેરવા, યોગ્ય અંતરનું પાલન અને વારંવાર હાથ ધોવા જેવા તમામ નિવારક પગલાંનું પાલન કરવા વિનંતી કરી હતી.

Author : Gujaratenews