છેલ્લી તારીખ: નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ ઉપરથી પ્રવેશ પત્રો ડાઉનલોડ કરી શકાશે, ધોરણ-૬માં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષાને લાગતું અગત્યનું કામ કરી લો

27-Apr-2022

જવાહર નવોદય વિદ્યાલયની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, ૩૦ એપ્રિલ, ૨૦૨૨ના રોજ યોજાનાર ધોરણ-૬ની પ્રવેશ પરીક્ષા માટેના પ્રવેશ પત્ર સમિતિની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે. અરજીપત્રક નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ https://navodaya.gov.in/nvs/en/Home1 પર આપેલ લિંક https://cbseitms.nic.in/ પરથી નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાશે, જેની દરેક વિદ્યાર્થી, વાલી, જે તે શાળાના શિક્ષકો તથા આચાર્યઓને નોંધ લેવા યાદીમાં જણાવાયું છે. ડાઉનલોડ કરેલા પ્રવેશ પત્ર ઉપર સંબંધિત શાળાના (ધોરણ પાંચમાં જે શાળામાં અભ્યાસ કરતા હોય તે શાળાના )આચાર્યના સહી-સિક્કા કરાવવાના રહેશે. જો કોઈ આજુબાજુમાં પણ જો હોય તો તેનેે આ લીંક મોકલી જાણકારી આપો.

Author : Gujaratenews