ગુજરાતમાં 5 દિવસ હીટવેવની આગાહી, અમદાવાદ-વડોદરા 44 ડિગ્રીને પાર થવાની સંભાવના

27-Apr-2022

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં અત્યંત ભીષણ ગરમી પડી રહી છે અને આગામી પાંચ દિવસ સુધી હીટવેવ ચાલુ રહેવાની આગાહી છે એ દરમિયાન અમદાવાદ, રાજકોટ, વડોદરામાં આગામી 29 અને 30 એપ્રિલના રોજ તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વળી, સુરતમાં 27 અને 28 એપ્રિલના રોજ હીટવેવ સાથે તાપમાન 41 ડિગ્રીને પાર જઈ શકે છે.

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. 11 શહેરોમાં ગરમીનો પારો 40ને પાર પહોંચી ગયો છે. કંડલા એરપોર્ટનું 43.8 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર બની ગયું છે. સુરેન્દ્રનગર 43.3,ભૂજ 43.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું. રાજકોટ 42.3, અમરેલી 42.5, અમદાવાદ 42.4 ડિગ્રી તાપમાન તો ગાંધીનગર 42, વડોદરા 41.2 ડિગ્રી તાપમાન નોધાયું છે. 

Author : Gujaratenews