SURAT : વર્તમાન સમયમાં ગુન્હાખોરી ખૂબ વધી રહી છે. યુવતીઓની પજવણી અને હેરાનગતિને લગતી ઘટનાઓ લગભગ રોજે રોજ બની રહી છે. તાજેતરમાં સામે આવેલી અમુક ઘટનાઓને લીધે યુવતીઓમાં ભયનો માહોલ છવાયેલો છે અને તેમના પરિવારજનો પણ ચિંતિત છે ત્યારે તેમની ચિંતા દૂર કરવા અને આવી સ્થિતિમાં યુવતીઓ પોતાનું આત્મરક્ષણ કરી સુરક્ષિત રહી શકે એવા ઉમદા હેતુથી ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન (DICF) દ્વારા જેકે સ્ટાર અને ક્લામંદિર જવેલર્સના સહયોગથી સુરત શહેરમાં વિનામુલ્યે માર્શલ આર્ટસ કલાસ કરવાની જાહેરાતને ખુબ જ સરસ પ્રતિભાવ પ્રાપ્ત થઈ રહ્યો છે. 1 લી માર્ચથી શરૂ થનારા આ કોર્સ માટે લગભગ 750 જેટલી યુવતીઓએ રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. આ કોર્સમાં એક મહિના સુધી દરરોજ એક કલાકની તાલીમ દ્વારા હથિયાર વિના કેવી રીતે સામનો કરવો એ અનુભવી મહિલા ટ્રેનર દ્વારા શીખવવામાં આવશે. શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં આ તાલીમ આપવામાં આવશે. જે સોસાયટી, સ્કૂલ અથવા કોલેજમાં 25 થી વધારે યુવતીઓ થઈ છે તેમને એમની સોસાયટી, સ્કૂલ અથવા કોલેજમાં જઈને તાલીમ આપવામાં આવશે. આ કોર્સનું આયોજન આવતા મહિને પણ કરવામાં આવશે. વધુ માહિતી માટે સવારે 10 થી 6 દરમિયાન 9904235130 (for surat) પર સંપર્ક કરવા વિનંતી કરાઇ છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024