RRB-NTPC પરિણામના વિરોધના નામે તોડફોડ અને આગ લગાડનારા સામે પોલીસ કાર્યવાહી શરૂ, ભોજપુરમાં 700, નવાદામાં 500 વિરુદ્ધ FIR
27-Jan-2022
તસવીર: વિદ્યાર્થીઓએ ટ્રેનને આગ લગાડી હતી.
બિહારમાં પોલીસે RRB-NTPC પરિણામના વિરોધના નામે હિંસા આચરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે ભોજપુરમાં 700 અજાણ્યાઓ પર FIR નોંધી છે. આમાં RPF પોલીસ સ્ટેશનમાં 200 વિદ્યાર્થીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. જ્યારે GRP પોલીસ સ્ટેશનમાં 4 વ્યક્તિઓના નામ સહિત 500 વિદ્યાર્થીઓ સામે કેસ નોંધવામાં આવ્યા છે. જીઆરપી પોલીસ સ્ટેશનમાં જે 4 સામે કેસ નોંધાયા છે તેમાં અરુણ કુમાર પંડિત, વિષ્ણુ શંકર પંડિત, વરુણ પંડિત અને રવિશંકર કુમાર પંડિતની ધરપકડ કરીને જેલ મોકલી દેવામાં આવ્યા છે. આ સાથે પોલીસ ગયામાં ટ્રેનની બોગીમાં આગ લગાવનારા લોકોની પણ ઓળખ કરી રહી છે. પોલીસ વીડિયો ફૂટેજના આધારે આરોપીને શોધી રહી છે. આ સાથે પોલીસ શંકાસ્પદ લોકોની પણ પૂછપરછ કરી રહી છે.
રાજેન્દ્ર નગર ટર્મિનલથી આંદોલન શરૂ થયું બિહારમાં ગત સોમવારે પટનાના રાજેન્દ્ર નગર ટર્મિનલથી શરૂ થયેલા વિદ્યાર્થીઓના આંદોલને મંગળવાર સુધી હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. મંગળવારે વિદ્યાર્થીઓએ આરામાં સ્ટેશનના પશ્ચિમ ગુમતી પર પાર્ક કરેલી આરા-સાસારામ એક્સપ્રેસના એન્જિનમાં આગ લગાવી દીધી હતી. જે બાદ એન્જિનની અંદરનો આખો ભાગ બળીને રાખ થઈ ગયો હતો. આ પછી લોકો પાયલટ રવિ કુમારે ટ્રેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. તો નવાડામાં બદમાશોએ મેન્ટેનન્સની કારને ઉડાવી દીધી હતી.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024