ભારતીય ટીમના પૂર્વ વિકેટ કીપર બેટ્સેન પાર્થિવ પટેલના પિતાનું નિધન થયું છે, મળતી માહિતી પ્રમાણે ક્રિકેટર પાર્થિવ પટેલે ટ્વિટર પર આ માહિતી આપી છે. અમદાવાદ શહેરના વતની અને ભારતીય ટીમના યુવા વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલના પિતા અજય પટેલને એક વર્ષ પહેલા બ્રેન હેમરેજની બિમારી થઈ હતી, તે સમયે ખેલાડીએ સોશિયલ મીડિયા પર ભાવુક પ્રાથના કરી હતી. અને પ્રાથના માટે અપીલ કરી હતી.પાર્થિવ પટેલે પોતાની કારકિર્દીમાં 25 ટેસ્ટ અને 38 વન ડે આંતરરાષ્ટ્રીય રમી ચૂકેલા પાર્થિવની કેપ્ટન્સી હેઠળ, 2016-17 સીઝનમાં રણજી ટ્રોફી જીતી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના નામે 10772 રન છે.
ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર પાર્થિવ પટેલના પિતાનું રવિવારે નિધન થયું. તેઓ ટીમ ઇન્ડિયા માટે રમ્યા હતા અને તેમની વ્યાવસાયિક કારકિર્દીમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઇઝીનું પ્રતિનિધિત્વ કર્યું હતું, તેમના પિતા અજયભાઇ બિપીનચંદ્ર પટેલના મૃત્યુની માહિતી ટ્વિટર પર આપી હતી. પૂર્વ ભારતીય વિકેટકીપર-બેટ્સમેને તેના પિતાના દુ:ખદ સમાચાર શેર કર્યા ત્યારથી સમગ્ર ક્રિકેટ જગત ઉંડા આઘાતમાં છે.
20-Aug-2024