Operation Devi Shakti : કાબુલથી આજે 180 લોકોના પરત આવવાની આશા, અફઘાન હિન્દુ અને શીખ લોકો પણ સામેલ
26-Aug-2021
સંકટગ્રસ્ત અફઘાનિસ્તાન (Afghanistan Crisis) થી અમેરીકી સૈનિકોની વાપસીની 31 ઓગસ્ટની નક્કી ડેડલાઇનથી પહેલા પોતાના નાગરીકોને બહાર કાઢવા માટેના પ્રયત્નોની વચ્ચે ગુરુવારે કાબુલથી લગભગ 180 લોકોને એક સૈન્ય વિમાન પાછા લઇને આવી શકે છે. ઘટનાક્રમ સાથે જોડાયેલા લોકોએ ક્હયુ કે જે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે તેમાં કેટલાક ભારતીયો અને કેટલાક અફઘાન શીખ અને હિન્દુ પણ સામેલ છે.
સૂત્રો પ્રમાણે, લગભગ 180 લોકોને લઇને વિમાન ગુરુવારે દિલ્લી પહોંચવાની શક્યતા છે. 15 ઓગસ્ટના રોજ તાલિબાનીઓ દ્વારા કાબુલ પર કબજો કરી લેતા બગડતા હાલાત વચ્ચે ભારત પોતાના મિશન ઓપરેશન દેવી શક્તિ અંતર્ગત પહેલા જ 800 થી વધુ લોકોને પરત લાવી ચુક્યુ છે.
કાબુલ એરપોર્ટ બહાર હજારો અફઘાન જમા છે
તાલિબાનીઓની બર્બરતાના ડરથી લોકો દેશ છોડીને ભાગવાના પ્રયત્નો કરી રહ્યા છે. 16 ઓગસ્ટથી જ કાબુલ એરપોર્ટ બહાર હજારો એફઘાનીઓ જમા થઇ ગયા છે. બુધવારે G-7 ના કેટલાક નેતાઓએ અમેરીકી રાષ્ટ્રપતિ જો બાયડેનને સૈનિકોની વાપસી માટે 31 ઓગસ્ટની ડેડલાઇનને વધારવા માટે અનુરોધ કરવામાં આવ્યો.
જોકે બાયડેને જણાવ્યુ કે અમેરીકા નિશ્ચિત સમય પર પોતાના સૈનિકોની વાપસીના નિર્ણય પર ટકેલા રહેવાનો પ્રયત્ન કરશે. અમેરીકા અને અન્ય કેટલાક મિત્ર દેશો સાથે કોર્ડિનેશનમાં ભારત નિકાસી અભિયાન ચલાવી રહ્યુ છે.
હમણાં સુધી લગભગ 800 લોકોને સુરક્ષિત લવાયા
અફઘાનિસ્તાનથી હાલમાં જ 78 લોકોને ભારત સુરક્ષિત લાવવામાં આવ્યા છે. આ યાત્રીઓમાં 25 ભારતીયો પણ સામેલ છે. આ સિવાય તેમાં કેટલાક અફઘાન હિન્દુ, શીખ પણ સામેલ છે. 16 ઓગસ્ટથી હમણાં સુધી કુલ 800 લોકોને પરત લાવવામાં આવ્યા છે. 15 ઓગસ્ટે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કરી લીધા બાદ 16 ઓગસ્ટે જ ભારતે પહેલુ એરલિફ્ટ કર્યુ હતુ.
પાછા આવેલા લોકોમાં કોરોનાનું જોખમ
મંગળવારે કાબુલથી ભારતમાં લાવવામાં આવેલા 78 નાગરિકોમાંથી 16 નાગરિકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આમાં એ 3 શીખનો સમાવેશ હતો કે જેઓ અફઘાનિસ્તાનના ગુરુદ્વારામાંથી ગુરુ ગ્રંથ સાહિબ ભારત લાવ્યા હતા. કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરી પણ કોરોના પોઝિટિવ લોકોના સંપર્કમાં આવ્યા હતા.
જો કે કોરોના સંક્રમણગ્રસ્ત કોઈ પણ દર્દીઓમાં કોઈ પણ પ્રકારના ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી. કાબુલથી ભારત લાવવામાં આવ્યા બાદ, તમામના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 16 લોકો કોરોના સંક્રમણગ્રસ્ત હોવાનુ રિપોર્ટમાં સામે આવ્યુ હતુ. ગત 15 ઓગસ્ટના રોજ તાલિબાન લડવૈયાઓએ કાબુલ પર કબજો કર્યો હતો, ત્યારબાદ 16 ઓગસ્ટથી ત્યાં ફસાયેલા ભારતીય લોકોને બહાર કાઢવાનું કામ કેન્દ્ર સરકારના પ્રયાસથી ભારતીય વાયુદળ ચાલાવી રહ્યું છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024