ગત 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 નિર્વિખાધ નાગરિકોની હત્યા બાદ, ભારત સરકારે આતંકવાદ વિરોધી 'ઓપરેશન સિંદૂર'ની શરૂઆત 8 મેના રોજ કરી હતી. આ ઓપરેશનના પ્રારંભ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર તેમના હોમ સ્ટેટ ગુજરાતની મુલાકાતે 26 અને 27 મેના રોજ આવી રહ્યા છે.
તેઓ દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. આજે, 26 મેના રોજ, વડાપ્રધાન ભુજમાં કુલ ₹53,414 કરોડના ખર્ચે તૈયાર થનારા 33 વિકાસપ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
તેમજ, વડોદરા, ભુજ અને અમદાવાદમાં તેઓ ભવ્ય રોડ શોમાં પણ ભાગ લેશે. વડાપ્રધાન મોદી વડોદરા એરપોર્ટ પર પહોંચી ગયા છે, જ્યાંથી એરફોર્સ ગેટ સુધીનો લગભગ એક કિલોમીટરનો રોડ શો યોજાઈ રહ્યો છે. આ રોડ શોમાં વિશાળ સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર હાજરી આપી છે.
Author : Gujaratenews












14-Dec-2025