હવે આવી ગયા ફિંગર લીંબુ, ગોળ લીંબુની જગ્યાએ મરચા આકારના નવા લીંબુ

26-Apr-2024

દરેક વ્યક્તિએ લીંબુ તો જોયા જ હશે પણ બધાએ ગોળ જોયા છે. આંગળી જેવા લાંબા લીંબુ નહીં જોયા હોય.

વૈજ્ઞાનિક નામ :- Citrus Australssica

 આ લીંબુનો એક વિશિષ્ટ પ્રકાર છે. તે સાઇટ્રસ ફેમિલીનું સભ્ય છે.અન્ય નામો :-Thumb Lime, Cavier Lime  ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠે તેમજ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં આ ઝાડ જોવા મળે છે. કાંટા વાળુ આ ઝાડ 20 થી 25 ફૂટ ઊંચું જઈ શકે છે. ફળ નળાકાર આંગળી જેવા કે અંગૂઠા જેવા ચારથી આઠ સેન્ટીમીટર લાંબા થાય છે. જે વિવિધ કલરોમાં જેમ કે લાલ લીલો ગુલાબી કલરમાં હોય છે. ફળ આકર્ષક, સ્વાદિષ્ટ અને ખટાશયુક્ત હોય છે.

ફળના રસમાં વિટામીન્સ ખનીજો અને એન્ટિઓક્સિડન્ટ રહેલા છે. એ રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. તેના ઉપયોગથી ત્વચાને સારી રાખી શકાય છે. આ લાઈમ નો રસ અનેક દર્દોમાં ઉપયોગી છે.આ લાઈમની છાલને સુકવી તેનો પાવડર બનાવવામાં આવે છે જે મસાલા તરીકે ઉપયોગી છે. તેને કેવીયર લાઈમ પણ કહેવામાં આવે છે. કેવિયર એટલે સર્જન માછલીના ઈંડા. આ લીંબુમાંથી નીકળતી ગોળ મોતી જેવી પેશી કેવિયર જેવી લાગતી હોવાથી તેને કેવીયર લાઈમ કહે છે.કેવીયરની જેમજ તેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે આ ફિંગર લાઈમની પેશીનો ઉપયોગ ગાર્નીશ તરીકે કરવામાં આવે છે.  આ ફિંગર લાઈમનો ઉપયોગ મુરબ્બો, અથાણું, ચટણી, કેક,આઈસ્ક્રીમ, મફિન અને કૂકીઝ જેવી આઈટમો બનાવવામાં થાય છે. (જે ભાઈઓ google વાપરતા હશે તેને ખ્યાલ હશે કે તેનું ગુજરાતી ઘણીવાર નીચલી કક્ષાનું જોવા મળે છે. ગૂગલ માં Finger Lime નું ગુજરાતી આંગળી ચૂનો કરેલ છે.)

Author : Gujaratenews