SURAT : સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્બારા સુદામા ચોક કોમ્યુનીટી હોલ ખાતે સિવિલ ડીફેન્સ કેમ્પનું આયોજન
26-Feb-2022
SURAT: સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નાગરીક સંરક્ષણ - સુરતની ટીમ દ્બારા યુવાનો - યુવતીઓ માટે વિશેષ સીવીલ ડીફેન્સ કેમ્પનું નિશુલ્ક આયોજન કરી લોકોને સ્વરક્ષણ , સમાજ રક્ષણ, રાષ્ટ્રરક્ષણ બાબતેની તાલીમ આપવા ના હેતુથી તારીખ ૨૧ થી ૨૫ તારીખ સુધીનું સાંજે ૮ થી ૧૦ કલાક સુધીનું આયોજન કરવામા આવ્યું હતું
આગ , ધરતીકંપ , બોમ્બ બ્લાસ્ટ , પુર , અકસ્માત , કેમીકલ વોર , વિવિધ આપત્તિઓ સામે દેશના દરેક નાગરીકને આપણે કઇ રીતે મદદરુપ થઇ શકીયે તેની ખુબજ સુંદર તાલીમ આપવામા આવી. તેમજ સુરત મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજમ્સી ટીમ દ્વારા આ સીવીલ ડીફેન્સ ની તાલીમ લેનાર વિધાર્થીઓને ઇમરજનસી સમયે કેવી રીતે સ્વબચાવ અને લોકોનો કેવી રીતે બચાવી શકાય તે બાબતેનો લાઇવ ડેમો આપવામાં આવ્યું હતું.
આ લાઇવ ડેમોમા સુરત શહેરના પ્રથમ નાગરીક મેયર હેમાલીબેન બોધાવાલા , સીવીલ ડીફેન્સ - સુરત ના વડા કાનજીભાઇ ભાલાળા , સીવીલ ડીફેન્સ ડે.ચીફ નાવેદભાઇ શેખ , સુરત ડે.કમીશનર એન.વી.ઉપાધ્યાય સાહેબ , લોકસાહીત્યકાર ઘન્શ્યામભાઇ લખાણી વગેરે મહાનુભાવો ઉપસ્થીત રહી સૌ તાલીમાર્થીઓને શુભકામના પાઠવી હતી.
તાલીમ મેળવેલ વિદ્યાર્થીઓ વધુમાં વધુ લોકોને આ સીવીલ ડીફેન્સમાં જોડવામા કેમ મદદરુપ થાય તે બાબતે પણ ચર્ચા કરી સૌ નાગરીકને આ સીવીલ ડીફેન્સ ની તાલીમ લેવા જણાવ્યું હતું.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025