ગુજરાતમાં 31 ડિસેમ્બરની ઉજવણી પર રોક
જાહેરમાં થતી ઉજવણી પર લાગશે રોક
ઓમિક્રોન વેરિઅન્ટના વધતા કેસ
રાજ્ય સરકાર લેશે નિર્ણય
કેન્દ્રની ગાઈડલાઈન મુજબ કરાશે નિર્ણય
હોટલ-રેસ્ટોરામાં નહીં થઈ શકે પાર્ટી
ગુજરાતમાં ઓમિક્રોન વેરિઅન્ટના વધતા કેસને લઈને લેવાશે નિર્ણય
ગુજરાત સહિત આખા દેશમાં કોરોના વાયરસનાં ઓમિક્રૉન વેરિયન્ટને લઈને ચિંતા વધી રહી છે. રાજ્યમાં ઓમિક્રૉનનાં કેસ વધીને 30 પહોંચી ગયા છે અને ભારતમા આ નવો વેરિયન્ટ ખૂબ તેજીથી ફેલાઈ રહ્યો છે. દિવસેને દિવસે વધતાં કેસોને લઈને અનેક રાજ્યોમાં ફરીથી પ્રતિબંધોની શરૂઆત થઈ ગઈ છે.
ગુજરાતમાં કડક નિયમોનાં એંધાણ
કેન્દ્ર સરકારે હાલમાં જ દેશના તમામ રાજ્યોને કડક નિયમો લગાવવા માટે નિર્દેશ આપ્યા હતા. ગઇકાલે જ પ્રધાનમંત્રી મોદીએ પણ હાઇલેવલ મીટિંગ કરીને કેટલાક આદેશ આપ્યા છે ત્યારે દિલ્હી, મધ્ય પ્રદેશ અને તેલંગાણા સહિતનાં રાજ્યોમાં કડક નિયમો તો લાગુ પણ થઈ ગયા છે ત્યારે ગુજરાતમાં પણ 31st માટે કડક નિયમો જાહેર કરવામાં આવે તેવી સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. હોટેલ અને રેસ્ટોરન્ટ પર લાગી શકે છે નિયંત્રણ
ગાંધીનગરનાં સૂત્રો અનુસાર કેન્દ્રની સૂચનાનાં આધારે ગુજરાત સરકાર ટૂંક જ સમયમાં કેટલાક નવા નિયંત્રણોની જાહેરાત કરી શકે છે. 31 ડિસેમ્બરે જાહેરમાં થતી ઉજવણી પર નિયંત્રણ લગાવવામાં આવી શકે છે અને હોટલ તથા રેસ્ટોરન્ટને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવી શકે છે.
05-Mar-2025