સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશખબરઃ 31 ડિસેમ્બરથી રાજકોટ AIIMS થશે શરૂ, PM મોદીના હસ્તે થઇ શકે છે OPDનું ઉદ્ધાટન
25-Dec-2021
રાજકોટ AIIMSમાં PMના હસ્તે OPDનું ઉદ્ઘાટન થઇ શકે છે
PM મોદી કરી શકે છે OPDનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન
31મી ડિસેમ્બરે રાજકોટ AIIMSમાં OPD શરૂ થશે
રાજકોટમાં નિર્માણ પામનારી એમ્સ હોસ્પિટલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. 31 ડિસેમ્બરથી OPD શરૂ કરવામાં આવશે. શ્રમિકોની સંખ્યા ડબલ કરી પૂરજોશમાં કામગીરી શરૂ કરવામાં આવતા AIIMSમાં OPD જરૂરિયાત પૂરતા મોટા ભાગનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ AIIMSમાં PMના હસ્તે OPDનું ઉદ્ઘાટન થઇ શકે છે, 31મી ડિસેમ્બરે સુશાસન કાર્યક્રમમાં PM મોદી લાઇવ જોડાશે તેવી પૂરેપૂરી શકયાતાઓ છે.
1200 કરોડના ખર્ચે થઇ રહ્યું છે AIIMSનું નિર્માણ
દર્દીઓને પૂરતી સુવિધા આપવામાં આવશે. તેમજ OPD શરૂ થયા બાદ મેડિસિન, ફાર્મસી વિભાગ પણ શરૂ કરવામાં આવનાર છે. આગામી 2022 પહેલા રાજકોટમાં એમ્સનું લોકાર્પણ કરવાનો દાવો થયો હતો. એઇમ્સ શરૂ થતા જ ન માત્ર રાજકોટ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રને ઉચ્ચ કક્ષાની તબીબી સારવાર રાજકોટમાં મળી શકશે. મહત્વનું છે કે શહેરના પરાપીપડીયા અને ખંઢેરી ગામ પાછળ 120 એકર જમીન એમ્સ માટે સરકારે ફાળવી હતી. રાજકોટમાં 1200 કરોડના ખર્ચે આ અત્યાધુનિક હોસ્પિટલ બની રહી છે. કેવી હશે રાજકોટ AIIMS?
રાજકોટ એમ્સની મુખ્ય હોસ્પિટલ બિલ્ડિંગ પ્લાનને રૂડાએ મંજૂરી આપ્યા બાદ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હોસ્પિટલના બેઝમેન્ટમાં રેડિયોથેરાપીની સારવાર કરાશે. ગ્રાઉન્ડ ફ્લોર પર ડોક્ટર્સ રૂમ, લેબોરેટરી, કન્સલ્ટન્ટ રૂમ હશે. પ્રથમ માળે ICU સહિતના વોર્ડ HDU, ઓપરેશન થિયેટર હશે. બીજા માળ પર લેક્ચર રૂમ, વોડ્સ, સ્ટાફ લોન્જ હશે. જ્યારે ત્રીજા, ચોથા અને પાંચમાં માળમાં વિવિધ વોર્ડસ, ડોક્ટર્સ રૂમની સુવિધાઓ હશે. આ 120 એકર જમીન ઉપર એઇમ્સ હોસ્પિટલ બનનાર એમ્સ હોસ્પિટલમાં તમામ ગંભીર પ્રકારના રોગોમાં પણ દર્દીઓને ગુજરાતમાં આધુનિક સાધનો, લેબોરેટરી, અત્યાધુનિક રિસર્ચ સેન્ટર સહિત તમામ પ્રકારની સવલતોનો લાભ મળતો થશે.
દર્દી અને ડોકટરોને કેવી અપાશે સુવિધા?
એઇમ્સ હોસ્પિટલમાં મેડિકલ કોલેજની સાથે સાથે તબીબી સંશોધનો થશે. તેમજ મહત્વનું છે કે હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજમાં એમબીબીએસ માટે 100 બેઠકો ફાળવાશે જેથી ગુજરાતના વિદ્યાર્થીઓને પણ મોટો લાભ થશે સૌરાષ્ટ્રના દર્દીઓને આરોગ્યસેવાનો મોટો લાભ મળશે એઇમ્સને કારણે હાર્ટ, કેન્સર, ન્યૂરો સર્જરી જેવી સારવાર રાજકોટમાં ઉપલબ્ધ થશે. નવી મેડિકલ કોલેજને કારણે નવા તબીબોની સંખ્યા વધશે. 20 સુપર સ્પેશિયાલિટી વિભાગો હોવાથી દરેક પ્રકારના દર્દની સારવાર અને ઓપરેશન થઇ શકશે
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024