રામ દરબારનો મનમોહક ફોટો આવ્યો સામે, શ્રી રામની નગરી દુલ્હનની જેમ સજી

25-Nov-2025

ઉત્તરપ્રદેશના અયોધ્યા રામ મંદિરના રામ દરબારની આજનો મનમોહક ફોટો સામે આવ્યો છે. આ ફોટો એટલો સુંદરલ લાગી રહ્યો છે કે તેણે હર કોઇનું મન મોહી લીધુ છે.ભગવાનના આ સ્વરૂપે દરબારની રોનકને વધુ વધારી દીધી છે. અયોધ્યા મંગળવાર સવારથી આધ્યાત્મિક ઉત્સાહ અને ભક્તિમાં ડૂબેલી નજર આવી. જ્યારે રામ મંદિર નિર્માણના ઔપચારિક સમાપનના ઉપલક્ષ્યમાં નરેન્દ્ર મોદીના આગમન પહેલા જ આખી પૂરી નગરી જયશ્રી રામના નારાથી ગૂંજી ઉઠી હતી.

સાધુ-સંતો અને ભક્તોએ આને ઐતિહાસિક ક્ષણ ગણાવીને મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં વિશેષ પૂજા-અર્ચના કરી. ભોર થતાની સાથે જ ગલીઓ, ઘાટો અને મંદિરોમાં ભક્તોની ભીડ જામવા લાગી. ત્યાં પહોચેલા સાધુ સંતો કહી રહ્યા છે કે, આ અત્યંત સૌભાગ્યનો દિવસ છે. આ ક્ષણ ઘોર તપસ્યા પછી મળી છે અને ધ્વજારોહણમાં સામેલ થવું અમારા માટે બહુ જ મોટું ભાગ્ય છે.

રામ મંદિર આંદોલનના શરૂઆતના તબક્કાથી જોડાયેલા 95 વર્ષીય સંત દેવેન્દ્રાનંદ ગિરિ ભાવુક દેખાયા. તેમણે કહ્યું કે જીવનમાં આ દિવસ જોવા મળશે તેવી ક્યારેય આશા ન હતી. PTI સાથે વાત કરતાં તેમણે કહ્યું, ‘‘આ ઉમરે મંદિરનું નિર્માણ પૂર્ણ થતું જોવું મને અપરંપાર આનંદ આપે છે. રામ મંદિર ટ્રસ્ટના વિશેષ આમંત્રિત સભ્ય ગોપાલ રાવે જણાવ્યું કે સમારોહમાં મુખ્યરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવત સામેલ થશે. 

Author : Gujaratenews