પીએમ મોદીએ રામ મંદિરમાં કરી પૂજા અર્ચના, અયોધ્યા બન્યુ રામમય

25-Nov-2025

પીએમ મોદી અયોધ્યા રામ મંદિર પહોંચ્યા છે. પીએમ મોદીએ રામલ્લાની આરતી સાથે શંખનાદ પણ કર્યો હતો. પીએમ મોદી સફેદ કૂર્તા લેંઘામાં અને ભગવા રંગની શાલ ઓઢીને મંદિરમાં પહોચ્યા હતા. આ ઐતિહાસિક કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. પીએમ મોદીએ પૂજા અર્ચના અને આરતી કર્યા બાદ ધર્મ ધ્વજા લઇને બહાર આવ્યા. તેમની સાથે આરએસએસ સુપ્રિમો મોહન ભાગવત પણ જોવા મળ્યા હતા.
 
બપોરે બરાબર 12 વાગ્યે પીએમ મોદી રામ લલ્લા મંદિરની ટોચ પર ભગવો ધ્વજ ફરકાવવાના છે. . મંદિર પરિસર સહિત સમગ્ર અયોધ્યામાં સુરક્ષા અત્યંત કડક છે. મંદિર સંકુલમાં પ્રવેશ ફક્ત QR કોડ સાથે આમંત્રિત મહેમાનો માટે જ રહેશે. સામાન્ય જનતાને આજે દર્શન કરવા માટે પ્રતિબંધિત છે.

વિવાહ પંચમી નિમિત્તે રામ મંદિરની ટોચ પર પવિત્ર ધ્વજ ફરકાવવાના છે.. પીએમ મોદી અયોધ્યાના મહર્ષિ વાલ્મીકિ એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા સાકેત કોલેજ પહોંચ્યા.પીએમ મોજી એક કિમીનો રોડ શો યોજીને રામમંદિર પહોંચ્યા હતા. ત્યાં 12 સ્થળોએ સ્વાગત કાર્યક્રમો યોજાયા. જેમાં સાત સ્થળોએ સાંસ્કૃતિક પ્લેટફોર્મ ગોઠવવામાં આવ્યા હતા. અયોધ્યા વાસીઓએ મોદી મોદીના નારા સાથે પીએમ મોદીને વધાવી લીધા. 

Author : Gujaratenews