સુરતનો ઉકાઈ ડેમ ભયજનક જળ સપાટીએ 344.23 ફૂટ સુધી ભરાયો

25-Sep-2023

સુરત: દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની ભયજનક લેવલથી માત્ર 0.77 ફૂટ નીચે સપાટી હોવાનું જાણવા મળ્યું હતું.

તાપી નદીમાં 6 હજાર ક્યુસેક પાણીની જાવક

23/10/2023 22:00 કલાકેની સપાટી 343.90 ઈન્ફલો આઉટફલો 6129.00,   તારીખ 21 ઓક્ટોબરે સવારે 10.00 વાગે ઉકાઈની સપાટી 344 પોઇન્ટ 23 ફૂટ સુધી ભરાય છે જ્યારે આઉટફ્લો 6076.00 ક્યુસેક નોંધાયો છે.

તારીખ 11મી ઓક્ટોબરે સવારે 10:00 વાગે ઉકાઈની સપાટી 344.90 ફૂટ સુધી ભરાઈ ગઈ છે. ઇન્ફ્લુ અને આઉટ ફ્લો 5932.00 ક્યુસેક નોંધાયો છે.

બે સપ્તાહ પહેલા રવિવારે સાજે ૭ કલાકે સપાટી ૩૪૪.૦૧ ફૂટ ઉપર પહોંચી ગઈ હતી અને ડેમમાં પાણીની આવક ૬૧,૬૯૫ ક્યુસેક નોંધાઈ છે.ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં ૪૪ હજાર ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ જથ્થો સોમવારે સવારથી 63354.00 ક્યુસેક ઈન્ફ્લો સામે 63354.00 ક્યુસેક છોડાઈ રહ્યો છે.
ઉકાઈ ડેમના સૂત્રોના જણાવ્યા મુજબ, આજે સોમવારે સવારે 10:00 કલાકેથી સાંજે 4 કલાક સુધી ડેમની સપાટી 344.06 ફૂટ જ્યારે રવિવારે સાંજે ૭ કલાકે ઉકાઈ ડેમની સપાટી ૩૪૪.૦૧ ફૂટ નોંધાઈ હતી અને ડેમમાં પાણીની આવક ૬૧,૬૯૫ ક્યુસેક નોંધાતા પાણીની આવક સતત ચાલુ રહેતા ઉકાઈ ડેમ ડેન્જર લેવલથી એક ફૂટ નીચે હોય ૪૪,૨૩૪ ક્યુસેક પાણીનો જથ્થો તાપી નદીમાં છોડવાનું યથાવત રાખવામાં આવ્યું છે.

ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા હથનુર ડેમમાંથી ૩૬ હજાર ક્યુસેક અને પ્રકાશા ડેમમાંથી ૩૦ હજાર ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક સતત ચાલુ રહેતા તંત્રએ પણ પાણીની આવક સામે પાણી છોડવા અવારનવાર નિર્ણય લેવો પડે છે અને ઉપરવાસની આવકને પગલે ઉકાઈ ડેમમાંથી ૪૪ હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવાનું યથાવત છે જેની અસર સુરત ખાતે સિંગણપોર વિયર કમ કોઝવેને થાય છે આજે સાંજે સાત વાગ્યે વિયર કમ કોઝવે ખાતે તાપી નદીની સપાટી ૭.૩૪ મીટર નોંધાઈ છે અને કોઝવે ઉપરથી ૭૬,૭૨૨ ક્યુસેક પાણી અરબ સાગરમાં વહી રહ્યું છે.

સિંચાઇ હેઠળના ગામ

જિલ્લો

તાલુકો ગામોની સંખ્યા
સુરત માંડવી 07
  બારડોલી 11
  મહુવા 29
તાપી સોનગઢ 20
  વ્યારા 43
  વાલોડ 41
નવસારી ચીખલી 39
  વાંસદા 09
વલસાડ વલસાડ 24
  ધરમપુર 01

 

Author : Gujaratenews