સુરતમાં ખેંચની બીમારી પીડિત ૪૫ વર્ષીય વ્યક્તિને ખેંચ આવી હતી તે સમયે દાંતનું ચોકઠું શ્વાસનળીમાં જતું રહ્યું હતું. બે મહિનાથી ખસી આવતી હતી. ફેફસાની શ્વાસનળીમાં દાંતનું ચોકઠું હોવાનું નિદાન થયું હતું.
બ્રોનકોસ્કોપી દ્વારા તેને બહાર કાઢવામાં આવ્યું
દર્દી સુરેશભાઇ ધમેલિયાને છેલ્લા બે મહિનાથી સતત ખાંસી આવતી હતી. ફિઝિશિયન ડો. પ્રકાશ કયાડા પાસે સારવાર શરૂ કરી હતી. છાતીનો એક્સરે કરાવવામાં આવતા જમણી બાજુના ફેફસાની શ્વાસનળીમાં ફોરેન બોડી હોવાનું નિદાન થયું હતું. શ્વાસનળીમાં ચાલી ગયેલી ફોરેન બોડીને બહાર કાઢવા માટે ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને રિફર કર્યા હતા.
ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ ડો. ભાવેશ વાઘાણીએ દર્દી સુરેશભાઇનો છાતીનો સીટી સ્કેન કરાવ્યો હતો અને શ્વાસનળીમાં ગયેલી ફોરેન બોડીને બહાર કાઢવા બ્રોનકોસ્કોપી કરવાનું કહ્યું હતું. ડો. ભાવેશ વાઘાણીએ કહ્યું હતું કે દાંતનું ચોકઠું મોટું હતું, તેને કારણે પકડવા મુશ્કેલી થઇ હતી. ચીપિયાથી તેની પકડ છૂટી જતી હતી. આથી એક કલાકના સફળ પ્રયાસ બાદ બ્રોનકોસ્કોપી દ્વારા ફોરેન બોડીને બહાર કાઢવામાં આવી હતી અને તે ફોરેન બોડી દાંતનું ચોકઠું હતું. ઘટના એવી છે કે સુરતના વરાછા વિસ્તારમાં રહેતા અને મૂળ ભાવનગરના પાલીતાણા તાલુકાના વાળુકડ ગામના વતની ૪૫ વર્ષીય સુરેશભાઇ ધામેલીયાને ૧૦ વર્ષ પહેલા રોડ અકસ્માત નડ્યો હતો. જેમાં તેમના નીચેના જડબાના આગળના દાંત તૂટી ગયા હતા. તેની જગ્યા પર છ દાંતનું ચોકઠું લગાવવામાં આવ્યું હતું. સુરેશભાઇ ખેંચની બીમારીથી પીડિત છે. બે મહિના પહેલા તેમને ખેંચ આવી હતી. તે દરમિયાન દાંતનું ચોકઠું શ્વાસનળીમાં ચાલ્યું ગયું હતું. પરંતુ તેનો ખ્યાલ સુરેશભાઇને કે તેમના પરિવારને હતો નહીં.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024