ફરી ટિકિટના ભાવ ઘટશે: રણબીર-આલિયાની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ની ટિકિટ નવરાત્રિના પ્રથમ ચાર દિવસ આટલા રૂપિયામાં વેચાશે

25-Sep-2022

અભિનેતા રણબીર કપૂર તથા અભિનેત્રી આલિયા ભટ્ટની સુપરહીટ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' 9 સપ્ટેમ્બરે રિલીઝ થઈ છે. આ ફિલ્મ તેના ચાહકોને બહુ જ ગમી છે. જેને અભૂતપૂર્વ સફળતા મળી છે.

નવરાત્રિના પ્રથમ ચાર દિવસ ફિલ્મની ટિકિટ 100 રૂપિયામાં મળશે

નવરાત્રિના પ્રથમ ચાર દિવસ ફિલ્મની ટિકિટ 100 રૂપિયામાં મળશે તેવી હાલમાં જ ફિલ્મના ડિરેક્ટર અયાન મુખર્જીએ સો.મીડિયામાં જાહેરાત કરી હતી. હાલમાં જ તેની ટિકિટ સિનેમા ડેના સેલિબ્રેશન પેટે 75 રૂપિયા રાખવામાં આવી હતી જેના કારણે સિનેમાઓ હાઉસફૂલ થઈ ગયા હતા.

હવે ફરી 26 સપ્ટેમ્બર થી 29 સપ્ટેમ્બર સુધી આ ટિકિટોનો ભાવ ₹100 કરી દેવામાં આવશે. આ ચાર દિવસ દરમિયાન પણ શો હાઉસફુલ રહેવાની સંભાવના છે.

ફિલ્મના ડિરેક્ટર ઐયાને જણાવ્યું હતું કે જો ટિકિટના ભાવ સામાન્ય હોય તો દરેક લોકો જોવા માટે અચૂક આવે જ છે. હાલમાં ટિકિટના ભાવ 700થી 800 રૂપિયાની આસપાસ રહેતા હોવાથી લોકો અન્ય પ્લેટફોર્મ પર જઈને મુવી જોઈ લે છે. જેને કારણે થિયેટરોને જંગી ખોટનો સામનો કરવો પડે છે. અને તેને કારણે જ અમે દર્શકો વધુમાં વધુ આવે તે માટે સો રૂપિયામાં મુવી દેખાડવાનો નિર્ણય લીધો છે.

બોક્સ ઑફિસ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, નેશનલ સિનેમા ડે પર 'બ્રહ્માસ્ત્ર'ને 75 રૂપિયાની ટિકિટનો ઘણો જ લાભ મળ્યો છે. આ દિવસે ફિલ્મના હિંદી વર્ઝને 9 કરોડની કમાણી કરી હતી. ત્રીજા શુક્રવારે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મની યાદીમાં આ ફિલ્મ બીજા સ્થાને છે. પહેલા સ્થાને 10 કરોડની કમાણી સાથે 'બાહુબલી 2' છે.

નેશનલ સિનેમા ડે પર બ્રહ્માસ્મી ટિકિટ સો રૂપિયામાં વેચાઈ હતી. જેના કારણે 15 લાખ ટીકીટનું વેચાણ થયું હતું.ત્રીજા શુક્રવારે ફિલ્મની કમાણીમાં 250%નો વધારો થયો છે.

 

Author : Gujaratenews