સુરતમાં વેસુમાં 4 સ્પા સેન્ટરમાં દરોડા, 19 રૂપલલના સહિત 41 રંગેહાથ ઝડપાયા

25-May-2022

સુરત ક્રાઈમ બ્રાન્ચ હેઠળ ચાલતી સાયબર સેલના મિસિંગ સેલ દ્વારા ગઈકાલે વેસુ વીઆઈપી રોડ રઘુવીર બિઝનેસ પાર્કમાં થાયા સ્પા નામની શોપમાં દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં કુલ 41 વ્યક્તિઓની ધરપકડ કરી છે જેમાં 19 મહિલા સામેલ છે.

ઉમરા પોલીસે પણ સ્પાની આડમાં ચાલતા કૂટણખાના ઝડપી પાડવા સ્પેશિયલ ડ્રાઇવ કરી હતી. જુદી જુદી ત્રણ ટીમો બનાવીને ઉમરા પોલીસે ઘોડદોડ રોડ વેસ્ટ field કોમ્પ્લેકસમાં ચાલતું લકી સ્પા, શ્રીરામ કોમ્પલેક્ષમાં ચાલતું બુધધાસ થાઈ સ્પા અને પથિક એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ચાલતું હેપ્પી સ્પામાં દરોડા પાડયા હતા. આ ત્રણેય સ્પામાં રોકડ રૂપિયા તેમજ મોબાઇલ ફોન મળી કુલ 68300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે. ઉમરા પોલીસે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ મુજબ ગુનો દાખલ કરી 41 વ્યક્તિઓની જેમાં 19 મહિલાઓ છે તે તમામની ધરપકડ કરી છે પોલીસનો કહેવા અનુસાર આ ત્રણેય સ્પા માલિકની પણ ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે દરોડા પાડી સ્પાના માલિકો ભાવેશ અને અનિલ તેમજ સંચાલક જીરાપત નેબકલંગ મેનેજર મુકેશકુમાર તેમજ ગ્રાહકો ચેતન પટેલ, વિમલશાહ પૂર્ણ સિંહ રાજપુરોહિત, હરેશ કુકડીયા અમિત પટેલની અટકાયત કરી હતી એટલું જ નહીં આ સ્પામાં વિદેશી મહિલાઓ મોકલનાર લમાંઈ ઉર્ફે smiley ચીમ ખોંબુરીને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે.

Author : Gujaratenews