ડુમસ રોડ પર આવેલી TGB હોટલની અંદર ખૂની ખેલ ખેલાયો, હોટલના એકાઉન્ટન્ટ જીવંત રાવતની હત્યા

25-Apr-2022

તસવીર: પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ

સુરતના ડુમસ રોડની ફાઈવ સ્ટાર લા મેરિડિયન અને TGB હોટલમાં હત્યાનો બનાવ બન્યો હતો. હોટલમાં તેના જ એકાઉન્ટન્ટનું ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું.જોકે, પોલીસે આકરી તપાસ કરતાં ટૂંક સમયમાં જ હોટલના જ સ્ટોર કીપરના મેનેજર અને હત્યાના આરોપીને ઝડપી લીધો હતો. જેની પાસેથી 4.15 લાખ રૂપિયા પણ કબ્જે કરવામાં આવ્યાં હતાં.અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે કે, લૂંટના ઈરાદે આ હત્યા (Surat Murder) કરવામાં આવી હોઈ શકે છે. આરોપીએ મૃતદેહ કચરા પેટીમાં સંતાડીને દેવા પ્રયાસ કર્યો હતો.

રૂપિયા સાથે આરોપી ઝડપાયો : ડુમસ રોડ પર આવેલી હોટલની અંદર હત્યાનો બનાવ બન્યો હતો. હોટલના એકાઉન્ટન્ટ જીવંત રાવતની હત્યાને લઈને ચકચાર મચી ગઈ હતી. બીજી તરફ એકાઉન્ટન્ટ પાસે રહેલા હોટલના રૂપિયાની ચોરી થઈ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે તપાસ કરતાં સ્ટોર કીપર મેનેજર વીરેન ઉર્ફે વાહીદ સૈનીને ઝડપી લીધો હતો.તેણે હત્યા કરવાની સાથે સાથે મૃતદેહ સંતાડી પણ દીધો હતો. આ આરોપી પાસેથી 4.15 લાખ રૂપિયા ઝડપાયાં હતાં.

ગળું કાપી હત્યા : સમગ્ર હત્યાને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો ડુમસ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે હાલ સીસીટીવી સહિતના સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે ડોગ સ્ક્વોર્ડની પણ મદદ લીધી હતી.પોલીસ પૂછપરછમાં આરોપી વીરેને કબૂલાત કરી હતી કે, બેઝમેન્ટમાં એકાઉન્ટન્ટને બોલાવીને ગળાના ભાગે ચપ્પુ ઝીંકી કરપીણ હત્યા કરી હતી. હાલ પોલીસે આ હત્યામાં અન્ય આરોપી સંકળાયેલા હોવાની વાતે વધુ તપાસ હાથ ધરીછે.

Author : Gujaratenews