રાજ્યમાં 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂનો સમય વધારાયો, રાત્રે 11થી સવારના 5 વાગ્યા સુધી રેહેશે રાત્રિ કરફ્યૂ

24-Dec-2021

એક તરફ દેશના ઘણા બધા રાજ્યોમાં કોરોના(Corona)ના નવા વેરિઅન્ટ ઓમિક્રોને (new variant Omicron) પગપેસારો કરી દીધો છે. ધીમી ધીમે હવે તે વધુને વધુ ફેલાઇ રહ્યુ છે. ત્યાં બીજી તરફ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના(Corona)ના કેસમાં પણ સતત વધારો નોંધાઇ રહ્યો છે. જેથી રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિના અનુસંધાને રાજ્ય સરકારે 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂનો સમયગાળો લંબાવ્યો છે.

રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિના અનુસંધાને 8 મહાનગરોમાં આવતીકાલ 25 ડિસેમ્બર શનિવારથી રાત્રિ કરફ્યુના હાલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુનો અમલ રાત્રિના 11થી સવારના 5 વાગ્યા સુધીનો રહેશે.

Author : Gujaratenews