સુરત સ્મીમેર હોસ્પિટલની રેસિડેન્ટ મહિલા તબીબનો આપઘાત : ઇન્જેક્શનના વધુ પડતા ડોઝ લઇ હોસ્ટેલના રૂમમાં જ કરી આત્મહત્યા

24-Oct-2021

તસવીર : ડો. જીગીષા પટેલ અને સ્થળ પર તપાસ કરતી પોલીસ.

SURAT: સમાજના એવા શિક્ષિત વર્ગમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે જે ચિંતાનો વિષય તો છે જ સાથે ચિંતનનો પણ. સુરતની સ્મીમેર હોસ્પીટલમાં ગાયનેક વિભાગમાં ફરજ બજાવતી ડો.જીગીષા પટેલ નામક વિદ્યાર્થિનીએ સ્મીમેર હોસ્પિટલની હોસ્ટેલના રૂમમાં જ કર્યો આત્મહત્યા વહોરી લીધી. મહિલા તબીબે ઇન્જેક્શનના વધુ પડતા ડોઝ લઇને આપઘાત કરતા તબીબી આલમમાં શોકની લાગણી પ્રસરી છે.જો કે, ડો.જીગીશાએ કયા સંજોગોને આધીન આત્મહત્યા કરી છે તેનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.પોલીસે આ ઘટના અંગે તપાસ હાથ ધરી છે. 

જીવન ટૂંકાવનાર જીગીશા પટેલના પિતા કનુભાઈએ જણાવ્યું કે જીગીશા તેના જીવનની કોઈપણ નાનામાં નાની પળો કે વાતો શેર કરતી હતી. તે કોઈપણ વાતો મારાથી છુપાવતી ન હતી. શનિવારે રાત્રે કનુભાઈએ જીગીશા સાથે વાત કરી ત્યારે તેણીએ પિતાને કોઈ વાત પણ ન કહી અને તેણી આવું પગલુ ભરવાની હોય તેવી ભાળ પણ થવા દીધી ન હતી.

 

ભરૂચમાં શિક્ષકનો આપધાત 

ગુજરાતમાં એકાએક આપઘાતના કિસ્સાઑ વધી રહ્યા છે કોઈ નદીમાં ઝપલાવી જીવન ટુકાવી રહ્યું છે. તો કોઈ ઝેરી દવા ગટગટાવી દુનિયાને છોડી રહ્યું છે. ક્યાંક ઘર કંકાસ મુખ્ય કારણ છે તો ક્યાંક આર્થિક ભીંસને કારણે આપઘાતની ઘટનાઓ બની રહી છે.આવું જ કઈક બન્યું છે ભરૂચના ડેડીયાપાડામાં, 40 વર્ષીય શિક્ષક ધર્મેશ રંગુભાઈ ગાવિતે પંખે લટકી ગળે ફાસો દઈ આપઘાત કરી લેતા એરેરાટી વ્યાપી છે.

નશાની હાલતમાં જીવન ટૂંકાવ્યુ હોવાની શંકા

આત્મહત્યા આ શબ્દમાં જ હત્યા છે, અને એ પણ જો જ્ઞાન આપનાર શિક્ષક જ પોતાની જાતને મોતના ફાંસા પર લટકાવી દે તો આનાથી કરુંણ અંજામ બીજો કઈ નથી. 

ભરૂચના ડેડીયાપાડામાં આવેલા નવાગામ પાનુડા ગામના 40 વર્ષીય ધર્મેશ રંગુભાઈ ગાવિત નામના શિક્ષકે આપઘાત કર્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર ગાદલાંના ઓસાળ જેવી વસ્તુ પંખે લટકાવી, ખુરશી પર ચડી આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ શિક્ષકે નશાની હાલતમાં આ પગલું ભર્યું છે. 

શિક્ષકે આપઘાત કર્યાની જાણ પોલીસને થતાં ઝઘડીયા પોલીસ સ્ટાફનો કાફલો ઘટનાસ્થળે તપાસ અર્થે જોતરાયો છે. હાલ આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી કે કોઈ સુસાઈડ નોટ પણ મળી આવી હોય તેવો ઉલ્લેખ નથી. શિક્ષકે ઘરકંકાસ, આર્થીક ભીંસ કે અન્ય કોઈ કારણ સર આપઘાત કર્યો છે કે કેમ તેને લઈ પોલીસે તપાસ તેજ કરી છે. મૃતક શિક્ષકે નશાની હાલતમાં પોતાનો જીવ ટુકાવ્યો હોવાની માહિતીથી હાલ તો ગ્રામ્ય પંથકમાં અનેક ચર્ચાઑ થઈ રહી છે. પોલીસ આસપાસ લોકો તેમજ શિક્ષક સ્ટાફ અને મિત્ર વર્તુળમાં પણ પૂછપરછ કરી રહી છે.

Author : Gujaratenews