બી. ટી. ફાઉન્ડેશન સંચાલીત મરિયમબેન બાબુભાઇ ટાઢા ગરીબ નવાઝ સારવાર કેન્દ્ર મોડાસા , નાત - જાત - ધર્મના ભેદ ભાવ વિના અલ્પ સાધન ધરાવતા દર્દીઓ ને ફ્રીમાં પ્રાથમિક સારવાર
24-Oct-2021
છેલ્લા એક વર્ષમાં 55000 દર્દીઓ ની સફળતા પછી, નવું આયોજન હેલ્થ કાર્ડ નો પ્રોજેક્ટ સફળ - સુપ્રિટેન્ડેન્ટ
અરવલ્લી જિલ્લા ના મોડાસા ખાતે બી. ટી. ફાઉન્ડેશન સંચાલીત મરિયમબેન બાબુભાઇ ટાઢા ગરીબ નવાઝ સારવાર કેન્દ્ર જેમાં છેલ્લા એક વર્ષ માં 55000 દર્દીઓ ની સફળતા પછી હેલ્થ કાર્ડ નો પ્રોજેક્ટ બી.ટી. ફાઉન્ડેશન દ્વારા ગરીબ નવાઝ સારવાર કેન્દ્ર ખાતે રજુ કરેલ. ગરીબ નવાજ સારવાર કેન્દ્ર માં નાત - જાત - ધર્મના ભેદ ભાવ વિના અલ્પ સાધન ધરાવતા દર્દીઓ ને ફ્રી માં પ્રાથમિક સારવાર ફ્રી માં સારવાર મળી શકે એ આશય થી હેલ્થ કાર્ડ ફેમિલી દીઠ આપવામાં આવે છે. આ હેલ્થ કાર્ડ માં પ્રાથમિક સારવાર માં લેબોરેટરી - દવા - ઈંજેકશન - દવા બોટલ અને જરૂર પડતા ઈન્જેકશન અને ફિજીયોથેરાપી પણ ડૉક્ટર સલાહ મુજબ સારવાર કરવામાં આવે છે. ગરીબ નવાઝ સારવાર કેન્દ્ર માં રોજના 150 થી 200 લોકો ની ઓ.પી.ડી. રહે છે. વધુમાં સાધન સપંન દર્દી પાસેથી પણ રૂપિયા 10/- કેસ ફી લઇ દવા ઈન્જેકશન, તથા દવા બોટલ 50/- રૂપિયામાં લેબોરેટરી ફક્ત 20/- ટેસ્ટ ચાર્જ મુજબ સારવાર આપવામાં આવે છે. આ હોસ્પિટલ ના ડૉક્ટર જાસ્મિનબેન પહોંચીયા, ડૉક્ટર મોં.સલીમ મન્સૂરી, લેબ ટૅકેનીશિયન જેકી ચૌધરી તથા સ્ટાફ સુંદર કામગીરી કરી રહ્યા છે.
આ હોસ્પિટલ ના દાતા બાબુભાઇ ટાઢા, મેનેજીંગ ટ્રસ્ટી, બી. ટી. ફાઉંડેશન ના આર્થિક સહયોગ થી મરિયમબેન બાબુભાઇ ટાઢા ગરીબ નવાઝ સારવાર કેન્દ્ર મોડાસા ચાલે છે. સલીમભાઇ પટેલ (એસેન્ટ), સુપ્રિટેન્ડેન્ટ, ગરીબ નવાઝ સારવાર કેન્દ્ર નો સંપૂર્ણ વહીવટી કામગીરી કરે છે. છેલ્લા એક વર્ષમાં 55000 દર્દીઓ ની સફળતા પછી, નવું આયોજન હેલ્થ કાર્ડનો પ્રોજેક્ટ સફળ થવા બદલ આ સારવાર કેન્દ્રને સામાજિક સંસ્થાઓ, સમાજના આગેવાનો અને સમાજના લોકો કામગીરીને બિરદાવી રહ્યા છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024