યુવાનો દેશની આવતી કાલ છે ત્યારે ભારત યુવાનોની સંખ્યાને આધારે ખૂબ નસીબવંતુ ગણી શકાય. કેમ કે દુનિયાની સરખામણીમાં આપણા દેશમાં યુવાનોની સંખ્યા વિશેષ છે. ગુજરાતમાં તો દરેક ત્રીજી વ્યક્તિ યુવાન છે એ દ્રષ્ટિએ ભારતનું ભવિષ્ય ઉર્જાવાન છે એમ કહી શકાય.
યુવાનો પોતાની તાકાતને ઓળખે અને તેનો સદુપયોગ કરે તો તેનામાં દુનિયા બદલવાની તાકાત છે. ત્યારે તેમની તાકાતને યોગ્ય દિશા આપવી પણ એટલી જ જરૂરી છે. આ તાકાતને યોગ્ય દિશા આપવા તેમજ યુવા ધનને તેના સર્વાગી વિકાસ માટે ઉપયોગી થવા સરદારધામ યુવા તેજ-તેજસ્વીની સંગઠન દ્વારા 26 ઓગસ્ટ શુક્રવારના રોજ સાંજે 8 ક્લાકે સરદાર પટેલ સ્મૃતિ ભવન, વરાછા, સુરત ખાતે ‘યુવા સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં યુવાઓના આધુનિક સરદાર એવા યુવા વડીલ ગગજીભાઇ સુતરીયા-પ્રમુખસેવક સરદારધામ યુવાનો સાથે સંવાદ કરશે. વધુ માહિતી આપતા યુવા તેજ કન્વીનર અભિનભાઈ કળથીયા એ જણાવ્યું હતું કે આ ટાઈપનાં કાર્યક્રમો ગુજરાતભરમાં થશે. તા. 28 ઓગસ્ટ લુણાવાડા અને 29 ઓગસ્ટ જુનાગઢ ખાતે પણ યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું છે. પ્રવેશ નિઃશુલ્ક છે પણ પ્રવેશપાસ જરૂરી છે. જે સરદારધામ કતારગામ ઓફિસેથી કલેક્ટ કરવાના રહેશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025