Monsoon 2022 :ઉતર ગુજરાતમાં બારે મેઘ ખાંગા, રાજ્યમાં આજે ઉતર ગુજરાતના આ શહેરોમાં અતિભારે વરસાદની આગાહી
24-Aug-2022
હવામાન વિભાગે આજે રાજ્યમાં ભારે વરસાદની (IMD) આગાહી કરી છે.તેમજ ઉત્તર ગુજરાતમાં અતિભારે પડવાની શક્યતા છે.ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદની શક્યતા નહીવત છે.તો બોટાદમાં (Botad) ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 33 રહેશે. બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 31 રહેશે. તેમજ શહેરમાં હળવા વરસાદ થવાની સંભાવના છે. દાહોદમાં ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાં(South Gujarat) ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 22 અને મહતમ તાપમાન 27 રહેશે.તેમજ શહેરમાં મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 રહેશે તેમજ હળવો વરસાદ થવાની શક્યતા છે.ઉત્તર ગુજરાતના બનાસકાંઠા,(Banaskantha) પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં અતિભારે વરસાદ વરસી શકે છે.જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં (Saurashtra) ભારે વરસાદની શક્યતા છે.વરસાદની (Rain) સાથે સાથે ઝડપી પવન ફૂંકાવાના પણ સંકેત છે. સાથે જ અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે.ગુજરાતને સૌરાષ્ટ્રમાં (Saurashtra) ભારે વરસાદની શક્યતા છે, તો વરસાદની (Rain) સાથે સાથે ઝડપી પવન ફૂંકાવાના પણ સંકેત વર્તાઈ રહ્યા છે.હવામાનની વિગતવાર વાત કરીએ તો 24 ઓગસ્ટ એ અમદાવાદમાં (Ahmedabad) ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 રહેશે. તેમજ દિવસ દરમિયાન હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 રહેશે.પરંતુ વરસાદની સંભાવના નહિવત છે. આણંદમાં (Anand) મોટા ભાગે વાદળ છાયુ વાતાવરણ રહેશે.જ્યાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 33 રહેશે. તેમજ દિવસ દરમિયાન હળવો વરસાદ થવાની શક્યતા છે.જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 રહેશે. ઉપરાંત મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.તો બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 29 રહેશે.તેમજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ઉપરાંત ભરૂચમાં (Bharuch) ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ દિવસ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરવામા આવી છે.
દિવસ દરમિયાન વરસાદની આગાહી નહિવત છે.તો તાપીમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 30 નોંધાશે.સાથે જ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 33 નોંધાશે.તો મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. વલસાડમાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 29 નોંધાશે,તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં રાજકોટની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 31 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન વરસાદની શક્યતા નહિવત છે.તો સાબરકાંઠામાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં (Surendranagar) ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 30 નોંધાશે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદી મહેર
નવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 રહેશે,તેમજ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.પાટણમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 31 નોંધાશે, તો દિવસ દરમિયાન મધ્યમ વરસાદ થશે. પોરબંદરમાં (Porbandar) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન29 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે.તો દિવસ દરમિયાન હળવા વરસાદની સંભાવના છે. બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ હળવા વરસાદની શક્યતા સેવાઈ રહી છે. મધ્ય ગુજરાતમાં મહેસાણામાં (Mehsana) ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 31 રહેશે.જયારે મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 રહેશે.જ્યારે દિવસ દરમિયાન મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.તો નર્મદામાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 31 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
ઉતર ગુજરાતમાં બારે મેઘ ખાંગા
ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળશે. તો ગીર સોમનાથમાં (Gir somnath) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 28 રહેશે.જો સૌરાષ્ટ્રમાં જામનગરના(jamnagar) હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ દિવસ દરમિયાન વરસાદી માહોલ કરશે.જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 29 રહેશે.તેમજ મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે, તેમજ દિવસ દરમિયાન હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
(નોંધ : આ માત્ર પ્રાથમિક અનુમાન છે,તેમાં ફેરફાર આવી શકે છે)
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025