નરકનો દરવાજોઃ તમે દુનિયાની ઘણી વિચિત્ર જગ્યાઓ વિશે સાંભળ્યું જ હશે, જ્યાં રહસ્યમય સાહસો થાય છે. તુર્કીમાં પણ આવી જ એક જગ્યા...
આ મંદિર તુર્કીના પ્રાચીન શહેર હીરાપોલિસમાં છે. આ પ્રાચીન મંદિર વિશે કહેવાય છે કે અહીં નરકનો દરવાજો છે. જો કોઈ વ્યક્તિ આ મંદિરમાં જાય છે તો તેના શરીરની પણ ખબર નથી પડતી.
સાયન્સ એલર્ટ ડોટ કોમ' અનુસાર, છેલ્લા ઘણા સમયથી અહીં રહસ્યમય રીતે મોત થઈ રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે આ મંદિરના સંપર્કમાં આવતા માણસો સિવાય પશુ-પક્ષીઓ અને પ્રાણીઓ પણ બચતા નથી. આ જ કારણ છે કે લોકો તેને 'ધ ગેટ ઓફ હેલ' એટલે કે નરકનો દરવાજો કહે છે.
મંદિર વિશે લોકોનું માનવું છે કે ગ્રીક દેવતાના ઝેરીલા શ્વાસને કારણે તમામ મનુષ્ય મૃત્યુ પામે છે. ગ્રીક-રોમન કાળમાં એક કાયદો બનાવવામાં આવ્યો હતો કે જો કોઈ વ્યક્તિ આ મંદિરમાં જશે તો તેનું માથું કાપી નાખવામાં આવશે.
જો કે, લોકોના રહસ્યમય મોતનો ભેદ વૈજ્ઞાનિકોએ ઉકેલી લીધો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે મંદિરની નીચેથી ઝેરી કાર્બન ડાયોક્સાઈડ ગેસ સતત બહાર નીકળી રહ્યો છે, જેના કારણે માણસો અને પ્રાણીઓ સંપર્કમાં આવતા જ મૃત્યુ પામે છે.
વૈજ્ઞાનિકોના સંશોધન મુજબ મંદિરની નીચે બનેલી ગુફામાં મોટી માત્રામાં કાર્બન ડાયોક્સાઈડ ગેસ મળી આવ્યો છે. જ્યારે સામાન્ય રીતે માત્ર 10 ટકા કાર્બન ડાયોક્સાઈડ માત્ર 30 મિનિટમાં વ્યક્તિને મોતને ઘાટ ઉતારી શકે છે, ત્યારે ગુફાની અંદર આ ઝેરી ગેસનું પ્રમાણ 91 ટકા છે. ગુફાની અંદરથી નીકળતી વરાળને કારણે અહીં આવતા જીવજંતુઓ અને પશુ-પક્ષીઓ માર્યા જાય છે.
Related Articles
ઓમિક્રોન વાઈરસની સંક્રમણ ક્ષમતા ...
03-Jun-2025
કેરલા પાસે જહાજમાંથી ઓઈલ લીક...
03-Jun-2025
12-Jun-2025