કોરાનાકાળ બાદ સુરતના સાગવાડી ફાર્મમાં યોજાયો સૌથી મોટો લોકડાયરો, મહિલાઓએ કર્યો નોટોનો વરસાદ
24-Apr-2022
SURAT: કોરોનાકાળનાં લાંબા અંતરાય બાદ મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નામાંકિત કલાકારો સાથે શહેરનો સૌથી મોટો ડાયરો યોજાયો હતો, મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ સેવાકીય કાર્યો કરતી સંસ્થા છે જે જરૂરિયાતમંદોનાં ચહેરા ઉપર મુસ્કાન લાવવાનું કાર્ય કરે છે, સેવાકીય કાર્યોની આર્થિક જરૂરિયાતો પૂર્ણ કરવા દર વર્ષે કલાજગતનાં નામાંકિત કલાકારોને બોલાવી સંસ્થા દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવે છે, વધુ માહિતી આપતા પ્રમુખ રાકેશભાઈ દાઢીએ જણાવ્યું હતું કે સેવાકીય કાર્યની સુવાસ સંસ્થા દ્વારા જેમ ફેલાઈ રહી છે એજ રીતે લોકસાહિત્ય પ્રેમીઓ જેની આતુરતાપૂર્વકથી રાહ જુએ છે એ મુસ્કાન ડાયરાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે, કોરોનાકાળ બાદ આ કાર્યક્રમમાં એટલું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું કે જ્યાં આ કાર્યક્રમનું આયોજન થયું હતું એ સાગવાડી ફાર્મ નાનું પડ્યું હતું, રઢિયાળી રાત્રે ટહુકો મુસ્કાનનાં નામે યોજાયેલ આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ લોકગાયક કલાકાર ઓસમાન મીર, અલ્પા પટેલ, ધર્મેશ બારોટ અને હાસ્યકલાકાર સુખદેવ ધામેલીયાએ પોતાની કૃતિઓ રજૂ કરી 17,000 શ્રોતાગણોને વહેલી સવાર સુધી જકડી રાખ્યા હતા. અને પ્રેક્ષકોએ પણ નોટોના બન્ડલોનો વરસાદ વરસાવી એમને વધાવ્યા હતા, લોકસાહિત્યને જીવતું રાખ્યું હોય તો એ ડાયરો છે, ડાયરાનો વાયરો એવો છે જ્યાં હૈયાની વાત છે. પ્રેમની સોગાત છે. એટલે જ ડાયરાની રઢિયાળી રાત છે મુસ્કાનનાં આ ટહુકે જાહેર જનતાની સાથે શહેરશ્રેષ્ઠીઓ, સામાજીક અને રાજકીય આગેવાનો-મહાનુભાવો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, છેલ્લા એક મહિનાથી સંસ્થાની 400 સભ્યોની વોલન્ટીયર ટીમ દિવસ રાત મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025