નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર ૨૯મી નવેમ્બરથી શરૂ થઇ રહ્યુ છે. આ સત્ર ખુબ જ તોફાની બને તેવા સંકેત દેખાઇ રહ્યા છે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હાલમાં જ ત્રણ કૃષિ કાનુનને પરત ખેંચી લેવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો લડાયક મુડમાં દેખાઇ રહ્યા છે. વિપક્ષી નેતાઓ સાથે મળીને રણનિતી તૈયાર કરી રહ્યા છે. કૃષિ કાનુનને લઇને વિપક્ષ લડાયક છે. સાથે સાથે એમએસપી ગેરંટીને લઇને દબાણ લાવવામાં આવશે. કેન્દ્ર સરકાર ત્રણ કાનુન પરત ખેંચી લેવાની પ્રક્રિયા હાથ ધરવાની જાહેરાત કરી શકે છે. જેની વાત પહેલાથી જ કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે શિયાળુ સત્રમાં કેટલાક નવા સુધારા બિલ પણ લવાશે. કેટલાક રાજ્યોમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે તેને ધ્યાનમાં લઇને કોઇ જાહેરાત કરવામાં આવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારના દિવસે દેશને સંબોધન કર્યુ હતુ. જેમાં કેટલાક મોટા નિર્ણય લેવામાં આવ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે અમે ત્રણેય કૃષિ કાનુનને પરત લઇ રહ્યા છીએ. જેથી તમામ નારાજ ખેડુતો પોતાના ખેતરમાં પરત ફરે તે જરૂરી છે. તેમણે કહ્યુહતુ કે સંસદના સત્રમાં આ કાનુનને પરત લેવા માટેની પ્રક્રિયા શરૂ થશે. તેમણે કહ્યુ હતુ કે તેઓ દેશવાસીઓની માફી માંગીને સાચા મનથી કહેવા માંગે છે કે અમારા પ્રયાસમાં કમી રહી ગઇ હશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024